શિક્ષણ ચિંતન
શિક્ષણમાં, શિક્ષક એ વ્યક્તિ છે જે અન્યોને શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. એક એકલા વિદ્યાર્થીને શિક્ષણની સુવિધા આપનાર શિક્ષકને વ્યક્તિગત શિક્ષક પણ કહી શકાય. ઘણા દેશોમાં, રાજ્યદ્વારા ચાલતી શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતી વ્યક્તિએ પ્રથમ યુનિવર્સીટી (વિદ્યાપીઠ) કે કોલેજ (મહા શાળા) તરફથી વ્યાવસાયિક યોગ્યતા કે પ્રમાણપત્રો ફરજિયાતપણે પ્રાપ્ત કરવા પડે છે. શિક્ષકની ભૂમિકા સંસ્કૃતિઓ મુજબ બદલાઈ શકે. શિક્ષકો વાંચન-લેખન અને સંખ્યા-જ્ઞાન, કે અમુક અન્ય શાળાના વિષયો શીખવી શકે. અન્ય શિક્ષકો કારીગરી કે રોજગારલક્ષી તાલીમ, કલાઓ, ધર્મ કે અધ્યાત્મ, નાગરિકશાસ્ત્ર, સામુદાયિક ભૂમિકાઓ, કે જીવન જીવવાની કળાનું માર્ગદર્શન પૂરું પાડી શકે. ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષકો, જેમ કે ગુરુઓ, મોલવીઓ, રબ્બીઓ, પાદરીઓ/યુવા પાદરીઓ અને લામાઓ ધાર્મિક પાઠો શીખવે છે જેમ કે કુરાન, તોરાહ કે બાઈબલ.
ઔપચારિક અથવા અનૌપચારિક શિક્ષાનો હેતુ શીખવાની રીત, સમવિશ્ટ અભ્યાસક્રમ અને પાઠ યોજના થી જ્ઞાન માહિતી અને વૈચારિક આવડત પૂરું પાડવાનો હોય છે. શીખવવાના વિવિધ માર્ગો મોટેભાગે અધ્યાપનશાસ્ત્રને અનુસરે છે. જ્યારે શિક્ષકને કઇ પદ્ધતિથી ભણાવવું એ નક્કી કરવુ હોય ત્યારે એ વિદ્યાર્થીનુ જ્ઞાન, વાતાવરણ અને તેમના શીખવાના ધ્યેય અને એની સાથોસાથ સંબંધિત અધિકૃત અભ્યાસક્રમને ધ્યાનમાં લે છે. ઘણી વાર શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડની બહારની દુનિયાનુ શિક્ષણ આપવા પ્રવાસ દ્વારા શિક્ષા આપે છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગ, ખાસ કરીને ગયા દાયકામાં વધેલા ઇન્ટરનેટના ઉપયોગે વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકાને આકાર આપ્યો છે.
નિયત અભ્યાસ, પાઠ આયોજન કે વ્યવહારુ કૌશલ્યનો હેતુ છે. શિક્ષકે સંબંધિત અધિકૃત નિશ્ચિત અભ્યાસક્રમને અનુસરવામાં આવે છે. શિક્ષકે દરેક વયના-શિશુથી યુવાન,વિવિધ ક્ષમતાવાળા અને શીખવાની ખામીવાળા વિદ્યાર્થી સાથે તાદાત્મ્ય રાખવુ જોઇએ. અધ્યાપન-શાસ્ત્રનો ઉપયોગ શીખવવામાં વિદ્યાર્થીના નિશ્ચિત કૌશલ્યો શિક્ષણનુ સ્તર નક્કી કરવામાં સંયોજાય છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અધ્યાપન-શાસ્ત્રને સમજવા વિવિધ સૂચનો અને નિરીક્ષણનો ઉપયોગ દરેક વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે સંકળાય છે. અધ્યાપન-શાસ્ત્રને બે રીતે પ્રયોજી શકાય છે. પહેલાં તો,શિક્ષણ પોતે જ વિવિધ રીતે શીખવી શકાય છે, જેમકે,શીખવવાની ઢબનુ અધ્યાપન શાસ્ત્ર. બીજું, શીખનારનું અધ્યાપનશાસ્ત્ર ત્યારે અનુભવમાં મૂકાય, જ્યારે શિક્ષક અધ્યાપન શાસ્ત્રને તેના/તેણીના વિદ્યાર્થીઓને અનુલક્ષીને વ્યક્તિગત રીતે અલગ કરે.
કદાચ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષણ વચ્ચે સૌથી સચોટ ભેદ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંબંધો જ હશે. પ્રાથમિક શાળામાં દરેક વર્ગમાં શિક્ષક હોય છે,જે તેમની સાથે જ મોટા ભાગનું અઠવાડિયું રહે છે અને આખો અભ્યાસક્રમ ભણાવે છે. માધ્યમિક શાળાઓમાં તેમને વિવિધ વિષય નિષ્ણાંત ભણાવે છે અને દરેક વિભાગને અઠવાડિયા દરમિયાન 10 કે વધુ શિક્ષકો ભણાવે છે. પ્રાથમિક શાળામાં બાળકો અને તેમના શિક્ષકોના સંબંધો નજીક હોય છે,જ્યારે પછી એ નિશ્ચિત શિક્ષક, નિષ્ણાંત શિક્ષક અને બીજા વાલી જેવાં બની જતાં હોય છે.
આ
બાબત મોટાભાગે સત્ય
છે, યુનાઇટેડ સ્ટેટમાં પણ.
છતાં પણ, પ્રાથમિક શિક્ષણનો
અન્ય અભિગમ પણ
પ્રવર્તે છે. આમાંનું
એક કોઇક વાર
"પ્લાટૂન સિસ્ટમ" તરીકે વિદ્યાર્થીઓના એક સમૂહને એક
સાથે એક નિષ્ણાંત
પાસેથી બીજા પાસે
દરેક વિષયમાં સાંકળે
છે. અહીં ફાયદો
એ છે કે
વિદ્યાર્થીઓ વિષય નિષ્ણાંત
શિક્ષકો પસેથી ઘણું
જ્ઞાન લઇ શકે
જે એક જ
શિક્ષક પાસેથી ઘણાં
વિષયો શીખવામાં મળતુ
હોય છે. દરેક
વર્ગ માટે એક
જ સાથી મિત્રો
મળતાં હોવાથી વિદ્યાર્થીઓને રક્ષણની લાગણી અનુભવાય
છે. સહ શિક્ષણ
એ શિક્ષણ સંસ્થાઓ
માટે એક નવો
પથ બન્યો છે.
સહ શિક્ષણ એટલે
વિદ્યાર્થીઓની દરેક જરૂરિયાત
પૂરી કરવા માટે
બે કે વધુ
શિક્ષકો એક વર્ગખંડમાં
રાખવા.