ધો.૧ માં પ્રવેશ વયમર્યાદા
શેક્ષણિક વર્ષ ૨૦૨૦માં ધોરણ એક (૧) માં પ્રવેશ માટે ઉંમરની
લાયકાત છ વર્ષની કરાઇ હોવાનો પરિપત્ર શિક્ષણ વિભાગે રાજ્યના તમામ DEOને કર્યો છે. જે
વાલીઓ અત્યારે પોતાના બાળકોના એડમિશન નર્સરીમાં લઈ રહ્યા છે તેઓએ ધોરણ એક (૧)માં
પ્રવેશ સમયે પોતાના બાળકની ઉંમર છ વર્ષની પૂરી થાય છે તેની ચોકસાઈ કરી લેવા અંગે
પણ શિક્ષણ વિભાગની સુચના આપી છે. આ મુદ્દે વધુમાં વધુ વાલી જાગૃત થાય તેની જવાબદારી
દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને આપી છે. બાળકોને કઈ ઉંમરે નર્સરીમાં એડમિશન આપવું
તેને લઈને સ્કૂલ સંચાલકોમાં અસમંજસતા હતી. સ્કૂલ સંચાલકોના ગ્રુપમાં એડમિશન આપવાની
ઉંમરને લઈને ચર્ચા જોવા મળી હતી. સંચાલકોએ માંગ કરી હતી કે શિક્ષણ વિભાગ આ મુદ્દે
ખુલાસો કરે જેથી શિક્ષણ વિભાગે લોકડાઉન કરેલા પરિપત્રને ફરી દરેક DEOને મોકલ્યો છે. સાથે
જ સૂચના આપી છે કે તમામ સ્કૂલોની સાથે વાલીઓ પણ આ નિયમ પ્રત્યે જાગૃત થાય તેવી
પ્રવૃત્તિ કરવી. જેથી હાલ ચાલી રહેલા નર્સરીના એડમિશનમાં કોઈ વાલીને ત્રણ વર્ષ બાદ
મુશ્કેલી ઊભી નહી થાય.
ખાનગી સ્કૂલના સંચાલકોએ અગાઉ પણ ધોરણ એક (૧) માં એડમિશનની વય મર્યાદા અંગે શિક્ષણ વિભાગ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પરિપત્ર પ્રમાણે ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન જૂના નિયમ પ્રમાણે તારીખ ૧ જૂને પાંચ વર્ષ પુરા કર્યા હશે તોપણ ધોરણ એક (૧)માં પ્રવેશ અપાશે. નવો નિયમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી લાગુ થશે. જેથી હાલમાં પાંચ વર્ષ પૂરા થયેલા બાળકો પણ એડમિશન મેળવી શકશે.
ખાસ નોંધ: અમે આ પોસ્ટ અપડેટ કરી રહ્યાં છીએ.... નવી શિક્ષણ નીતિ અને ઓફિસીઅલ પરિપત્ર ટૂંક સમયમાં મુકાશે.