સોનાની શુદ્ધતાની તપાસ ઘરે બેઠા
મોદી સરકારે ગ્રાહક સોનાની શુદ્ધતાની તપાસ જાતે કરી શકે એ માટે એક એપ લોન્ચ કરી છે. આ વર્ષે યુઝર્સ સંરક્ષણ અધિનિયમ 2019 ને પણ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. બંનેના લાગુ થયા બાદ ખરીદદારોની ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે અને ખાદ્ય મંત્રાલયના ગ્રાહકોને હવે એક એપ થકી સોનાની સત્યતાની તપાસનો ઓપ્શન પણ આપ્યો છે.
સોના સાથે
જોડાયેલી કોઇ પણ ફરિયાદ, રજીસ્ટ્રેશન અને હોલમાર્કની સત્યતાની તપાસ હવે BIS એપ થકી થઇ શકશે.
મોદી સરકારે હાલમાં BIS એપ લોન્ચ કરી છે. આ
એપમાં લાઇસન્સ, રજિસ્ટ્રેશન, હોલમાર્ક નંબર ખોટાં મળી આવે છે તો ગ્રાહક તેની
ફરિયાદ તરત કરી શકે છે. આ એપ થકી તરત જ ગ્રાહકોને ફરિયાદ દાખલ કરવાની જાણકારી પણ
મળી જશે.
જણાવી દઈએ કે બી.આઈ.એસ. ના માનકોને લાગુ કરવાની સાથે-સાથે સત્યતાની પ્રમાણિકતાની તપાસ પણ કરી શકે છે. હાલમાં જ BIS એ કહ્યું હતું કે દેશભરમાં લગભગ 37 હજાર ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુણવત્તા નિયંત્રણ આદેશોના જાહેર થવાના કારણે લાયસન્સની સંખ્યામાં તેજીથી ઉછાળો આવવાની સંભાવના છે. તે સાથે જ BISની પ્રયોગશાળાઓના વિસ્તાર અને આધુનિકિકરણ કરવા પર જોર આપવામાં આવી રહ્યા છે. બીઆઈએસના આઠ પ્રયોગશાળાઓ હૈદરાબાદ, અમદાવાદ, જમ્મું, ભોપાલ, રાયપુર અને લખનઉ જેવી ઘણી શાખા કાર્યાલયોમાં સુવર્ણના આભુષણોના મૂલ્યાંકન કરી રહ્યા છે.
બીઆઈએસ યુઝર્સ
એંગેજમેન્ટ પર એક પોર્ટલનો વિકાસ પણ કરી રહ્યું છે. જેના માધ્યમથી યુઝર સમૂહની
ઓનલાઇન નોંધણી, પ્રસ્તાવોનું પ્રસ્તુતિકરણ અને તેમના અનુમોદન તથા ફરિયાદના
મેનેજમેન્ટમાં સુવિધા હશે. તમે બીઆઈએસ વેબસાઈટ પર જઈ આ એપ પોતાના મોબાઈલ ફોનમાં
ડાઉનલોડ કરી શકો છો. આ મોબાઇલ એપના માધ્યમથી યુઝર્સ આઈએસઆઈ મહોર લાગેલા અને હોલમાર્કમાં
કરવામાં આવેલા ઉત્પાદનની પ્રમાણિકતાની તપાસ કરી શકે છે અને આ એકટનો વપરાશ કરતાં
તેમની વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકે છે.
ઓફિસીઅલ એપ ડાઉનલોડ કરો