Corona Vaccine App



કોરોના વેક્સીન એપ

કોરોનાવાયરસની રસીને લઈને દુનિયાના ઘણા દેશો અંતિમ ટ્રાયલ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ભારતનું નામ પણ છે. દેશની ત્રણ મોટી કંપનીઓ પોતાની કોરોના રસીના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે આવેદન કર્યું છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર ટૂંક જ સમયમાં વેક્સીન લગાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વેક્સીનની પ્રક્રિયાને લઇ હજુ સુધી કોઈ તારીખ કે નિર્દેશ નથી આવ્યા.

આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે સરકારે વેક્સીનના રજીસ્ટ્રેશન માટે એક એપ બનાવી છે જે રસીકરણની પૂરી પ્રક્રિયા પર નજર રાખશે. આ એપનું નામ Co-WIN છે.~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જોતા રહો~Co-WINને ફ્રીમાં ડાઉનલોડ કરવામાં આવી શકાશે. જો કે હજુ સુધી Co-WIN ગુગલ પ્લેસ્ટોર કે એપલના સ્ટોર પર ઉપલબ્ધ નથી.

વેક્સિન લગાવનારાના રહેશે લેખાજોખા:

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે Co-WIN એક એવી મોબાઇલ એપ છે જે ફ્રી માં ડાઉનલોડ માટે તમામ લોકોને ઉપલબ્ધ હશે. આ એપમાં રસીકરણની પ્રક્રિયાથી લઈ પ્રશાસનિક ક્રિયા કલાપો, રસીકરણ કર્મીઓ અને જેમને વેક્સિન આપવામાં આવવાની છે તેમની સંપૂર્ણ જાણકારી રહેશે. તેમાં રજિસ્ટ્રેશનનો પણ વિકલ્પ હશે.

ત્રણ ચરણોમાં થશે રસીકરણ:

ભારતમાં કોરોના રસીકરણનું કામ શરૂઆતી ચરણોમાં ત્રણ તબક્કામાં થશે. તેમાં તબક્કાવાર રીતે લોકોને રસી લગાવવામાં આવશે. પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મીઓને અને બીજા ચરણમાં ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. ~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જોતા રહો~રાજ્ય સરકારોને આ લોકોનો ડેટા એકઠા કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ત્રીજા ચરણમાં એ લોકોને રસી લાગશે જે કોઈ ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ તમામને Co-WIN એપ પર જ રજીસ્ટ્રેશન થશે.