December Unit Test A2Z



ડિસેમ્બર યુનિટ ટેસ્ટ

શાળાઓ બંધ હોવાની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે અને અભ્યાસમાં સાતત્ય જળવાઇ રહે તે માટે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે માટે ધોરણ-3 થી ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે દર માસના અંત ભાગમાં એકમ કસૌટીનું આયોજન કરવામાં આવે છે.

ડીસેમ્બર -2020માં યોજાનાર પાંચમી એકમ કસોટી માટે નીચે મુજબની સુચનાઓ ધ્યાને લેવાની રહેશે:

સુચનાઓ:-

ધોરણ થી ૧૨ની એકમ કસોટી તા.૨૮ ડીસેમ્બર ૨૦૨૦ થી ૦૨ જાન્યુઆરી ૨૦૨૧ દરમ્યાન યોજવાની રહેશે.

* વિદ્યાર્થીઓ સુધી એકમ કસોટીના પ્રશ્નપત્રો હાર્ડ અથવા સોફ્ટ  કોપીમાં પહોંચાડવાના રહેશે.

* પાંચમી એક કસૌટીનો અભ્યાસક્રમ ઓકટોબર અને વેમ્બર માસ સુધીનો રહેશે. 

* જેના વિષય અને અભ્યાસક્રમની વિગત બિડાણમાં દર્શાવેલ છે, ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકના આધારે એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે. 

* એકમ કસૌટીના પ્રશ્નપત્રો વેબસાઇટ  પર પણ મુકવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ/વાલીઓ સરળતાથી પ્રશ્નપત્રો મેળવી શકે.

* વિદ્યાર્થીઓ બંને વિષયની એકમ કસોટીના ઉત્તરો પોતાની અનુકૂળતાએ અલગથી બનાવેલ નોટબુકમાં, સ્વય શિસ્તપૂર્વક, વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે અંગે આચાર્યશ્રીઓએ સૂચનાઓ આપવાની રહેશે.

ધો. ૩ થી ૮નો પરિપત્ર          ધો. ૯ થી ૧૨નો પરિપત્ર

=========================

=========================