HomeLearning Quiz



હોમલર્નિંગ ક્વિઝ

ગુજરાત રાજ્યના શિક્ષકોના પ્રયત્નોથી હોમલર્નિંગ અંતર્ગત ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમોનો લાભ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ મેળવી રહ્યાં છે. આ કાર્યક્રમ બાળકો ડીડી ગિરનાર પર લાઇવ જોઇ શકે છે અથવા તો સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યક્રમની લીંક મોકલવામાં આવે છે તે મારફત પોતાના અનુકૂળ સમયે કે સમગ્ર શિક્ષા/હોમલર્નિંગની વેબસાઈટ પર અનુકૂળતાએ જોઈ શકે છે. જેનો શિક્ષકો દ્વારા પણ બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહેલ હશે.

આ કાર્યક્રમમાં તારીખ ૧૦.૧૨.૨૦૨૦ના રોજથી પ્રારંભિક તબક્કે ધોરણ ૩ થી ૫ ના દરેક ધોરણના ટીવી એપિસોડ પસાર થઇ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શક્તિ વધે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળી તે માટે એક પ્રશ્ન પુછવામાં આવશે. આ પ્રશ્નના ચાર વિકલ્પો આપવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કોલ કરી તે જ દિવસે રાત્રે ૧૦:૦૦ સુધીમાં તે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

દર શનિવારે પ્રસારિત થનારા એપિસોડમાં તે અઠવાડીયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્પ્યુટર દ્વારા રેન્ડમલી ૧૦ સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવશે. આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે પણ વિચારણા કરવામાં આવશે. તારીખ ૧૬.૧૨.૨૦૨૦ થી ધોરણ ૬ થી ૮ માં પણ પ્રશ્નો આ જ રીતે પ્રસારિત કરવામાં આવશે.

સચિવશ્રી નો ઓફિસીઅલ પરિપત્ર

ટોલ ફ્રી નંબરની યાદી

ધો. ૩ : ૬૩૫૭૩૯૯૪૩૦

ધો. ૪ : ૬૩૫૭૩૯૯૪૪૦

ધો. ૫ : ૬૩૫૭૩૯૯૪૫૦