Mokshda Ekadashiમોક્ષદા એકાદશી

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ, જેને મહર્ષિ ભગવાન વાલ્મીકિએ સંવત્સરભૂષણ કહ્યો તેવા માર્ગશીર્ષ માસની શુક્લ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે, તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે. જેથી દરેકે વ્રત કરવુ જોઈએ.

આજ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કહ્યો હતો, માટે દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. કુરુક્ષેત્રમાં હસ્તિનાપુરના કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધનો પ્રારંભ દિવસે થયેલો. ગ્રહોની પોઝિશન્સ અને વિદ્વાનોના મત મુજબ, વર્તક 16 ઓક્ટોબર, .. પૂર્વે 5561 ગણે છે. જ્યારે પી.વી. હોલે 13 નવેમ્બર, .. 3143 ગણે છે. જ્યારે આઈહોલ નામના વિદ્વાન .. 3102નો સમય ગણાવે છે.

  દિવસે ગીતાનાં બધા શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિંત માનવામાં આવે છે, માટે એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે.

આખી વ્રત કથા નીચેની PDFમાં આપી છે.


ફાઈલ ડાઉનલોડ નહી થાય એવું પણ બને....

પરંતુ નીચેની ફાઈલ ડાઉનલોડ થઇ શકશે.

મેનેજમેન્ટ વિથ શ્રીમદ ભગવદ ગીતા