Self Defense Course



ઓનલાઈન સ્વરક્ષણ તાલીમ કોર્ષ

કોવીડ-૧૯ મહામારીને કારણે શાળાઓ બંધ હોવાથી વિધાર્થીઓના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષણની સાથે દીકરીઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવે છે. પરંતુ હાલ શાળાઓ બંધ હોવાથી દીકરીઓને સ્વરક્ષણ તાલીમ આપવી શક્ય નથી. સ્વરક્ષણ તાલીમ મહદંશે શારીરિક હોવાથી દીકરીઓના સ્વાસ્થ્ય પર સુપ્રભાવ પડે છે અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. હાલ જે રીતે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે તેવી રીતે દીકરીઓને ઓનલાઇન સ્વરક્ષણ તાલીમ આપવા માટે સમગ્ર શિક્ષા, ગાંધીનગર દ્વારા ઓનલાઇન સ્વરક્ષણ તાલીમ કોર્સ તૈયાર કરવામાં આવેલ છે. 

કોર્સમાં (૨૪) 24 ભાગ છે જે આઠ (૮) અઠવાડિયા દરમિયાન અપલોડ કરવામાં આવશે.

કોર્ષનો સમયગાળો ૨૨, ડિસેમ્બર ૨૦૨૦ થી ૨૮, ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાનનો રહેશે.

સાથે સામેલ સમયપત્રક મુજબ ૨૨-૧૨-૨૦૨૦થી દર અઠવાડિયે મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ ઓનલાઇન કોર્સમાંના ત્રણ ભાગ અપલોડ કરવામાં આવશે.

તાલીમની લીંક ધોરણ 6 થી 12 ની તમામ દીકરીઓને સમયસર મળી રહે તેવું આયોજન કરવું.

સદર કોર્સમાં દીક્ષા પોર્ટલના માધ્યમથી જોડાઈ શકાશે.

તાલીમમાં જોડાયા પહેલાં રજિસ્ટ્રેશન કરી લેવું. રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર અથવા ઈમેઇલ થી કરી શકાશે.

તમામ 24 ભાગ જોયા પછી જે દીકરીઓએ કોર્ષ પૂર્ણ કર્યું હશે તે દીકરીઓને દીક્ષા પોર્ટલ પરથી  સર્ટિફિકેટ મળશે.

ઓફિસીઅલ પરિપત્ર માટે ફોટોલિંક પર ક્લિક કરો

રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક