સોશિઅલ ઓડીટ

રાઇટ
ટુ એજ્યુકેશન એક્ટ-2009ના અમલીકરણ થયા
બાદ શાળાઓમાં કેટલાં અંશે તેની અમલવારી થઇ
છે તે જાણવા
માટે રાજ્યની તમામ
પ્રાથમિક શાળાઓમાં સોશિયલ
ઓડીટ હાથ ધરવામાં
આવેલ હશે જ
અને હવે વર્ષ
2020-21માં પણ
સોશિયલ ઓડીટ કરવાનું
થાય છે. આ માટેનું
ફોર્મેટ બીડાણમાં સામેલ
છે.
શાળા
કક્ષાએ સોશિયલ ઓડીટ
કરવા માટે એક
સમિતિની રચના કરવાની
રહેશે.
સોશિયલ
ઓડીટ વર્ષમાં બે વખત
કરવાનું હોય છે.
પ્રથમ સત્રની શરૂઆતમાં
કરવાનું થતું હતું
પરંતુ કોરોના મહામારીના
સમયગાળામાં જ્યારે શાળાઓમાં
શૈક્ષણિક સત્ર શરૂ
થયેલ ન હોવાથી જ્યારે
શાળા શરૂ થઈ
ત્યારે શાળા કક્ષાએ
પૂર્ણ કરી સી.આર.સી. કો.ઓ. દ્વારા શાળાની
થતી નિયમિત મૂલાકાત
દરમ્યાન સદર બાબતે
ફોલોઅપ કરી તમામ
શાળામાં સોશિયલ ઓડીટ
થયેલ છે કે
કેમ તે અંગેનું પ્રમાણપત્ર
બી.આર.સી કો.ઓ.ને સબમિટ કરે
ત્યારબાદ બી.આર.સી. કો.ઓ. તમામ શાળાનું
પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ
સબમીટ કરે, ત્યારબાદ ડી.પી.સી.શ્રી દ્વારા
જિલ્લાની તમામ સરકારી
પ્રાથમિક શાળાઓમાં સોશિયલ
ઓડીટ થયેલ છે
તે અંગેનું પ્રમાણપત્ર
અત્રેની કચેરીને મોકલી
આપે.
સોશિઅલ ઓડીટનું ફોર્મેટ ભારત સરકાર
દ્વારા મોકલેલ અંગ્રેજીનું ગુજરાતી અનુવાદ આ સાથે સામેલ છે. શાળા કક્ષાએ સોશિઅલ
ઓડીટની ફાઈલ નિભાવવા સંબધીતોને જાણ કરવાની રહેશે.
ઓફિસીઅલ પરિપત્ર માટે ફોટો લિંક પર ક્લિક કરો
સોશિઅલ ઓડીટ ફોર્મ ગુજરાતીમાં