ધો. ૧૨ બોર્ડ પરિણામ એક્સેલ શીટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી દ્વારા જણાવે છે કે રાજ્ય સરકારશ્રીએ તારીખ ૦૨-૦૬-૨૦૨૦ ના રોજ ધોરણ ૧૨ની જાહેર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. સરકારશ્રીએ ધોરણ ૧૨ ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની નીતિ ઘડવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી.
આજરોજ CBSE દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં ધોરણ ૧૨ ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ રજુ કરેલ છે જેમાં ધોરણ ૧૦, ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ ના પરીક્ષાના પરિણામોને ધ્યાને લેવામાં આવેલ છે.