2021-22 Edu Calendar Change



૨૦૨૧-૨૨ પરીક્ષાની તારીખોમાં ફેરફાર

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક સત્રના દિવસો, પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષા અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રાજાઓની વિગતો તેમજ બોર્ડની પરીક્ષાની તારીખોની વિગતો જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ હતી. શાળાઓમાં અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પુરતો સમય મળી રહે તે હેતુથી ઉક્ત તારીખોમાં ફેરફાર કરવા અંગે સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયે ઉક્ત તારીખોમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે:

ધો. ૯ થી ૧ ની દ્વિતીય પરીક્ષા જે ૨૭-જાન્યુઆરીથી શરુ થવાની હતી તે હવે ૧૦-ફેબ્રુઆરીના રોજ થી શરુ થશે.

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જે ૧૪-ફેબ્રુઆરીથી લેવાનાર હતી, તે હવે ૦૨-માર્ચના રોજથી લેવાશે.

ધો. ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષા ૧૪-માર્ચના બદલે ૨૮-માર્ચથી શરુ થશે.

ધો. ૯-૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષા ૧૧-એપ્રિલના બદલે હવે ૨૧-એપ્રિલ ના રોજ થી શરુ થશે.

સંપૂર્ણ માહિતીવાળો પરિપત્ર