માર્ચ ૨૦૨૨ બોર્ડ બ્લુપ્રિન્ટ (12 Physics 054)
સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધો ૯ થી ૧૨ ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે અન્વયે શિક્ષણ વિભાગની ગાંધીનગરની કચેરી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના નીચે જણાવેલ વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે નીચે સામેલ છે. ઉક્ત પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે જ અમલમાં રહેશે. બાકીના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
પરિપત્ર જાહેર કરનાર અધિકારી : શ્રી બી.એન.રાજગોર સાહેબ
પરિપત્ર જાહેર કરનાર કચેરી : ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
આ બ્લુપ્રિન્ટ અને પેપર પદ્ધતિને ધ્યાનમાં રાખીને કેટલાક ખાનગી પ્રકાશન દ્વારા પણ પેપરો પ્રકાશિત કરવામાં આવ્યા છે. કેટલીક શાળાઓના પ્રશ્નપત્રો પણ અમારા સુધી પહોંચતા હોય છે. તો નજીકના ભવિષ્યમાં એવા પ્રશ્નપત્રો પણ વેબસાઈટ પર મુકવાનો પ્રયત્ન કરીશું. તેથી આ લિંક સાચવી રાખશો, બુકમાર્ક કરી રાખશો. જેથી તમારે અમારા મેસેજની રાહ નહી જોવી પડી.