PSE SSE 2024



પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩-૨૪

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંક: એસ.સી.એચ. ૧૦૮૯/૪૦૪૯ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક ક્રમાંક:એસસીએચ/૧૧૧૬/૫૩૯/છ. તા.૧૪/૦૮/૨૦૧૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૩- ૨૪ (શહેરી/ગ્રામ્ય/ ટ્રાયબલ)વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

પરીક્ષાનો કાર્યક્રમ:

જાહેરનામું બહાર પાડયાની તારીખ : ૨૭/૦૨/૨૦૨૪

પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો : તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૩/૨૦૨૪

પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો : તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪

પરીક્ષાની તારીખ : ૨૮/૦૪/૨૦૨૪

ઉમેદવારની લાયકાત:

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ મા સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

અભ્યાસક્રમ:

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશે.

માધ્યમ: પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે.

ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા માટે : Click Here