Shabd Shrusti Part 1



શબ્દ શ્રુષ્ટિ સંગ્રહિત ભાગ : ૧


મિત્રો,

કોઈપણ સ્પર્ધાત્મક પરિક્ષામાં ભાષા એક અભિન્ન અંગ તરીકે પૂછતો પ્રશ્ન છે. દરેક સ્પર્ધાત્મક પરિક્ષામાં અંગ્રેજી, ગુજરાતી, અને કોઈ કોઈ સ્પર્ધાત્મક પરિક્ષામા હિન્દી ભાષાનાં પ્રશ્નો હોય જ છે. બીજા બધા પ્રશ્નો નો આપણે ગમે તે રીતે Manage કરી લઈએ છીએ પરંતુ ભાષા અને તેમાં પણ વ્યાકરણ વિભાગ એવો છે જેમાં ઘણા મિત્રોને ખુબ જ તકલીફ પડતી હોય છે. વ્યાકરણમાં પણ પાછું શબ્દો આપણી સાથે એવી રમત રમી જાય છે કે ના પૂછો વાત. ઘણા મિત્રોની આ જ વ્યથાને ધ્યાનમાં રાખીને અમે દરરોજ અમારા બ્લોગ (વેબસાઈટ) પર શબ્દ શ્રુષ્ટિ નામનો વિભાગ શરુ કર્યો છે. જેમાં દરરોજ એક શબ્દને શક્ય હોય તેટલો ફોડવામાં આવ્યો હોય છે. એ શબ્દનું મૂળ ક્રિયાપદ, Noun (નામ), Adjective (વિશેષણ), Synonym (સમાનાર્થી), Antonym/Opposite (વિરોધી) એમ શક્ય હોય તેટલી તમામ માહિતી આપવાનો પ્રયત્ન થાય છે. અહી એ જ શબ્દોને ભેગા કરી તેની PDF ફાઈલ બનાવી રજુ કરીએ છીએ આશા રાખીએ આપણે મદદરૂપ થશે.

ખાસ નોધ: આ પ્રશ્ન ધોરણ ૯ થી શરુ થાય છે અને મોટા ભાગની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમા પુછાય છે.

શબ્દ શ્રુષ્ટિનો સંગ્રહિત ભાગ ૧ ડાઉનલોડ કરવા માટે લીંક પર ક્લિક કરો:  Download


આ ઉપરાંત આપણા બ્લોગ પર દરરોજ સવારે શૈક્ષણિક સમાચાર ઉપરાંત ૨૦ થી વધુ સમાચાર પત્રો ની લીંક મુકવામાં આવે છે.