ધો.૬થી પાસ-ફેઇલની નીતિ શરૂ કરશે મોદી સરકાર
નવી દિલ્હી તા.ર૪ : કાનૂન
મંત્રાલયે છઠ્ઠા ધોરણમાં પાસ થયેલ સિસ્ટમને ફરીથી લાવવાના માનવ સંશાધન મંત્રાલયના પ્રસ્તાવને મંજુરી આપી છે. મળતા અહેવાલો મુજબ ડિટેન્શન પોલીસીમાં ફેરફારોને પણ મંજુરી આપવામાં આવી છે. એચઆરડી મંત્રાલયને મોકલવામાં આવેલ નોટમાં કાનૂન મંત્રાલયે શિક્ષણના અધિકાર (આરટીઇ) કાનૂનમાં સુચવવામાં આવેલા ફેરફારોનુ સમર્થન કર્યુ છે. આ નોટમાં એવુ સુચન પણ અપાયુ છે કે એચઆરડી મંત્રાલયે આરટીઇ કાનૂનમાં સુધારા માટે ડ્રાફટ બીલ તૈયાર કરવુ જોઇએ. અત્રે એ નોંધનીય છે કે હાલ ધો.૮ સુધી છાત્રોને ફેઇલ નહી કરવાનો નિયમ છે.
ફેઇલ ન કરવાનો નિયમ આરટીઇ કાનૂનની કલમ ૧૬ હેઠળ છે અને સ્કુલોએ ૮માં ધોરણ સુધી વિદ્યાર્થીઓને કાઢી મુકવા કે અટકાવવાથી મનાઇ હોય છે. ચાર વર્ષ પહેલા ર૦૧રમાં એચઆરડી તરફથી જણાવાયુ હતુ કે, નો-ડીટેન્શન નીતિ બનાવવામાં આવી છે કારણ કે કાયમ પરીક્ષાઓ ઓછા માર્ક લાવવાવાળા છાત્રોને બહાર કરી મુકવા કે પછી પાછળ કરી દેવાનુ કામ કરે છે. એક વખત ફેઇલ જાહેર બાળક કાં તો ગ્રેડ દોહરાવે છે અથવા તો સ્કુલ છોડી દયે છે. એક છાત્રને એક જ ધોરણમાં ફરીથી ભણવાનુ નિરાશ કરતુ હોય છે.
પાસ-ફેઇલ સિસ્ટમને ફરીથી શરૂ કરવા અનેક રાજયોની માંગણી બાદ ર૦૧પમાં સરકારે એક કમીટીની નિમણુંક કરી હતી. પેનલે નો-ડીટેન્શન પોલીસીમાં નકારાત્મક પ્રભાવને માન્યુ હતુ. સાથોસાથ ૯માં ધોરણમાં મોટી સંખ્યાઓમાં છાત્રોને ફેઇલ કરવાની રાજય સરકારની ચિંતાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના પર કાનૂન મંત્રાલયે આરટીઇ એકટની કલમ-૧૬માં ફેરફારો કરવાને લઇને સવાલો અંગે લખ્યુ હતુ.
એચઆરડી મંત્રાલય તરફથી પ્રસ્તાવિત સંશોધનમાં જણાવેલ છે કે, ધોરણ-પ સુધી કોઇપણ વિદ્યાર્થીને ન તો ફેઇલ કરવામાં આવે કે ન તો બીજા ધોરણમાં લઇ જવામાં આવે. તેને કલમ-૩૮ની ઉપકલમ નાખવાને મંજુરી આપી છે પરંતુ કાનૂન મંત્રાલયે આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો છે અને જે હેઠળ કહેવાયુ છે કે બ્લોક લેવલ પર એક સરકારી અધિકારીને પાછળ છુટેલ વિદ્યાર્થીનો રેકોર્ડ રાખવા નિયુકત કરવામાં આવે.
આ સમાચાર અકિલા ન્યુઝ ની વેબસાઇટ પર જોવા અહિ ક્લિક કરો