બોર્ડના પરિણામો ક્યારે જાહેર થશે? ? ?
ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦, ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોથા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામને લગતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાયન્સનું પરિણામ મે માસના અંત સુધીમાં જાહેર કરવાનું બોર્ડનું આયોજન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સંભવત: ૨૫ મે આસપાસ બોર્ડ દ્વારા સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે પરીક્ષા મોડી શરૂ થઇ હોવાથી પરિણામ એક સપ્તાહ જેટલું મોડું જાહેર થશે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં અને ધો. ૧૦નું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં જાહેર કરવાનું આયોજન છે.
આ ન્યુઝ રીપોર્ટ "નવગુજરાત સમય" ન્યુઝ પેપરમાં તા: ૨૪-૦૪-૨૦૧૭ ના રોજ છપાયો હતો. એ સંપૂર્ણ ન્યુઝ રીપોર્ટ પીડીએફ સ્વરૂપે જોવા માટે અહીં ક્લિક કરો. (Full HD : File Size : Only 216 kb)