Jioએ લોન્ચ કરી 'ધન ધના ધન' ઓફર, માત્ર 309 રૂપિયામાં ત્રણ મહિના સુધી મળશે ફ્રી સર્વિસ
રિલાયન્સ જિઓ હવે માર્કેટમાં એક નવો પ્લાન લઇને આવ્યુ છે, જે યૂઝર્સ પ્રાઇમ મેમ્બરશિપ સાથે સમર સરપ્રાઇઝ ઓફર નથી લઇ શક્યા, તેમના માટે 'ધન ધના ધન' ઓફર રજૂ કરવામાં આવી છે. યૂઝરને આ પ્લાન લેવા માટે 309 રૂપિયા કે 509 રૂપિયા ખર્ચવા પડશે. બન્ને ઓફરમાં અનલિમિટેડ ડેટાની સાથે ફ્રી કૉલિંગ અને રૉમિંગ મળશે. આ ઓફર પ્રાઇમ યૂઝર અને નૉન પ્રાઇમ યૂઝર બન્ને માટે છે.
309 રૂપિયા વાળા પ્લાનમાં પ્રાઇમ મેમ્બરને 84
દિવસ ડેલી 1GB
4G ડેટા મળશે. જ્યારે, 509 રૂપિયા વાળા પ્લાનમાં પ્રાઇમ મેમ્બરને 84
દિવસ સુધી ડેલી 2GB
4G ડેટા મળશે. ડેલી લિમિટ પુરી થયા પછી સ્પીડ 128kbpsની થઇ જશે. બન્ને પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સાથે ફ્રી રૉમિંગ અને ફ્રી SMS પણ આપવામાં આવશે.
ધન ધના ધન' ઓફર માટે નવા યૂઝરને 408 રૂપિયા અને 608 રૂપિયા ખર્ચવા પડશે. આમાં 99 રૂપિયા પ્રાઇમ મેમ્બરશિપના સામેલ રહેશે, એટલે 408 રૂપિયામાં 1GB
4G ડેટા અને 608 રૂપિયામાં 2GB
4G ડેટા મળશે.
ટ્રાઇ (Telecom
Regulatory Authority of India)એ 6 એપ્રિલે રિલાયન્સ જિઓની ફ્રી સમર સરપ્રાઇઝ ઓફર અને પ્રાઇમ મેમ્બરશિપની લાસ્ટ ડેટ લંબાવવા પર નારાજગી દર્શાવી હતી. સાથે સાથે બન્ને ઓફરને બંધ કરવાની પણ સૂચના આપી હતી, ત્યારબાદ જિઓએ ટ્રાઇના નિર્દેશોનું પાલન કરવાની વાત કહી, કંપનીએ પ્રેસ રિલીઝ રજૂ કરતા કહ્યું હતું કે ટ્રાઇની એડવાઇસની માનતા અમે સમર સરપ્રાઇઝ ઓફર અને પ્રાઇમ મેમ્બરશિપને જલ્દી બંધ કરવાના છે.
ટ્રાઇની નારાજગી બાદ રિલાયન્સ જિઓએ 6 એપ્રિલની રાત્રે પ્રાઇમ મેમ્બરશિપ અને સમર સરપ્રાઇઝ ઓફરને બંધ કરી દીધી હતી. જોકે, કંપનીએ આ ઓફર 10 એપ્રિલ સુધી ચાલું રાખી, એટલે કે 10 એપ્રિલ સુધી રિચાર્જ કરાવનારા બધા કસ્ટમર્સને આ ઓફરનો લાભ મળશે.
સમર સરપ્રાઇઝ ઓફર માટે પહેલા 99 રૂપિયામાં પ્રાઇમ મેમ્બરશિપ અને 303 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું હતું. સમર સરપ્રાઇઝ ઓફરનો લાભ 303 રૂપિયા કે તેનાથી વધુના બધા રિચાર્જ પર મળશે.
ધન ધના ધન' ઓફર માટે પ્રાઇમ યૂઝરને 309 રૂપિયા કે 509 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે નૉન પ્રાઇમ યૂઝરે આના માટે 408 રૂપિયા કે 608 રૂપિયા ખર્ચવા પડશે. સમર સરપ્રાઇઝ ઓફરમાં આ પ્લાન 402 રૂપિયા અને 602 રૂપિયાનો હતો. એટલે કે સમર સરપ્રાઇઝ ઓફરની સરખામણીમાં 6 રૂપિયા વધારે મોંઘો છે.
ન્યુઝ રીપોર્ટ જોવા અહીં ક્લિક કરો