રિલાયન્સ JIOની જાહેરાત- ટૂંકમાં લાવશે વધુ શાનદાર ઓફર, બંધ કરી 'સમર સરપ્રાઈઝ' ઓફર
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના આદેશ પર રિલાયન્સ જિઓએ આજે પોતાની સમર સરપ્રાઈઝ ઓફર બંધ કરી દીધી છે. પરંતુ ટૂંકમાં જ વધુ એક ધમાકેદાર ઓફર લાવવાની જાહેરાત પણ કરી છે. જિઓની વેબસાઈટ અને માય જિઓ એપ પર કહેવામાં આવ્યું છે કે, 'We are updating our tariff
packs and will be soon introducing more exiciting offers (અમે અમારા ટેરિફ પેક્સ અપડેટ કરી રહ્યા છીએ અને ટૂંકમાં જ વધુ શાનદાર ઓફર લાવવા જઈ રહ્યા છીએ.)
આ જાહેરાતથી કહેવાય છે કે, જિઓ પોતાના એ ગ્રાહકો માટે પણ શાનદાર ઓફર લાવવા જઈરહી છે જે રવિવારે 9 એપ્રિલ સુધી યોગ્ય રિચાર્જ કરાવીને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ નથી લઈ શક્યા. સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત જિઓએ પોતાના પ્રાઈમ મેમ્બર્સ માટે ફ્રી સર્વિસીસની મર્યાદા ત્રણ મહિના વધારી દીધી છે. સમર સરપ્રાઈઝ ઓફર લેનાર ગ્રાહકો પાસેથી જિઓ હવે એપ્રિલના બદલે જુલાઈથી પૈસા વસૂલવાનું શરૂ કરશે.
આ પહેલા જિઓની પ્રાઈમ મેમ્બરશિપ મેળવવાનો સમયગાળો ખત્મ થતા પહેલા જ તેને 15 દિવસ વધારવામાં આવી હતી અને તે 1 એપ્રિલની જગ્યાએ 15 એપ્રિલ કરવામાં આવી. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રાહકોના નામે મેસેજ લખીને કહ્યું હતું કે, જે ગ્રાહક 15 એપ્રિલ સુધી 99 રૂપિયા આપીને એક વર્ષની પ્રાઈમ મેમ્બરશિપ લેશે તે 303 રૂપિયા અથવા તેનાથી વધારેના પેક પર સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત જૂન મહિના સુધી ફ્રી સેવાનો લાભ લઈ શકશે.
6 એપ્રિલના રોજ ટ્રાઈએ કહ્યું હતું કે, જિઓ સમર સરપ્રાઈઝ ઓફર ન આપી શકે. જોકે, ટ્રાઈએ જે ગ્રાહકોએ પહેલા લાભ લઈ લીધો છે તેને લાભ લેવાથી રોક્યા ન હતા. જિઓએ ટ્રાઈના આ આદેશને તાત્કાલીક તો લાગુ ન કર્યો પરંતુ 9 એપ્રિલ સુધી ગ્રાહકોને સમર સરપ્રાઈઝ ઓફર આપી. તેના પર દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે આરોપ લગાવ્યો કે, જિઓ પર ટ્રાઈના આદેશની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. એરટેલે ટ્રાઈ સમક્ષ આ મામલે ઓગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
જિઓએ 6 એપ્રિલે કહ્યું હતું કે, તે ટ્રાઈના આદેશનું પાલન કરશે, પરંતુ એરટેલનું કહેવું ચે કે, જિઓએ ત્યાર બાદ પણ 72 કલાક સુધી ઓફર ચાલુ રાખી. ભારતી એરટેલે રવિવારે એક જાહેરાતમાં કહ્યું કે, અમે આ જોઈને હેરાન છીએ કે ટ્રાઈના પ્રતિબંધ છતાં પણ રિલાયન્સ જિઓએ પોતાની સમર સ્પેશિયલ ઓફરને જારી રાખી છે.
ઉલ્લેખનીય છે કે, 9 એપ્રિલ સુધી જે ગ્રાહકોએ સમર સરપ્રાઈઝ ઓફર નથી લીધે તેના માટે હવે જિઓ વધુ શાનદાર ઓફર લાવવાની વાત કરી રહ્યું છે. જોવાનું એ રહેશે કે, હવે તે શું ધમાકો કરે છે.
ન્યુઝ રીપોર્ટ વાંચવા માટે અહી ક્લિક કરો