JIOનુ મફત ઈન્ટરનેટ બંધ થતા નારાજ યુવક, PMOને અરજી કરી શુ કરી રજૂઆત
નવી દિલ્લી: ટેલીકૉમ રેગુલેટરી ઑથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI)
આદેશ બાદ રિલાયંસ જિયોએ પોતાની સમર સરપ્રાઈઝ ઓફરને પાછી લેવાની જાહેરાત કરવી પડી. ત્યારબાદ કેટલાક ગ્રાહકો નારાજ છે. એવા જ એક એક્ટિવિસ્ટ છે જેનું નામ અમિત ભવાની છે, તેમણે સસ્તી ઈનરનેટ સેવાની માંગ સાથે change.org
માં અરજી દાખલ કરી છે.
અમિતે આ અરજીમાં ભારતના આમ આદમી માટે સસ્તી ઈનટરનેટ સેવાની માંગ કરી છે. આ અરજી ખૂબ જ ઓછા સમયમાં લોકોની વચ્ચે વાઈરલ થઈ છે અને તેને લોકોનું સર્મથન પણ મળવા લાગ્યું છે. અત્યાર સુધીમાં 84,308
લોકોનું સર્મથન મળી ગયું છે અને 1.50 લાખ લોકોનું સર્મથન મળવાની આશા છે.
આ યુવકે TRAI, PMO કાર્યાલય, ડિપાર્ટમેંટ ઓફ ટેલિકોમને પત્ર લખીને અરજી કરી છે. અમિત ભવાનીએ અરજીમાં લખ્યું છે કે ટ્રાઈ જેમણે ગ્રાહકોના હિત માટે કામ કરવું જોઈએ આજે તેમણે મને નિરાશ કર્યો છે. આ પ્રકારની સ્કીમને સંરક્ષણ આપવાના બદલે , જે ભારતીયોને 5
રૂપિયા /GB
ના દરથી ઈનટરનેટ ઉપલબ્ધ કરાવતું હતું, તે સમર સરપ્રાઈઝ ઓફરને બંધ કરાવી દિધી અને ગ્રાહકોને સસ્તા દરે મળતી સેવા હંમેશા માટે બંધ કરાવી દિધી.
અમિતનું માનવું છે કે ભારત દુનિયાનો સૌથી મોટો મોબાઈલ વપરાશ કરતો દેશ છે અને તેના માટે સસ્તા ઈનટરનેટનું હોવું ખૂબ જ જરૂરી છે.
ન્યુઝ રિપૉર્ટ જોવા માટે અહીં ક્લિક કરો