Jio Laptop



હવે આવશે જીઓ લેપટોપ 

મુકેશ અંબાણીની માલિકી ધરાવતી કંપની રિલાયન્સ જિઓ સૌથી સસ્તા મોબાઈલ કનેક્શન અને હેન્ડસેટ બાદ લેપટોપ ઉતારવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓ ટૂંકમાં 4જી લેપટોપ લોન્ચ કરી શકે છે. લેપટોપ સિમ સ્લોટથી સજ્જ હશે એટલે કે યૂઝર્સ સરળતાથી ઇન્ટરનેટની સુવિધા મળશે.
મીડિયા અહેવાલ અનુસાર રિલાયન્સ ટૂંકમાં બજારમાં જિઓ બ્રાન્ડેડ લેપટોપ રજૂ કરશે. લેપટોપમાં એક સિમ સ્લોટ પણ હશે જેમાં તમે જિઓ સિમ લગાવી શકશો. શક્યતા છે કે, 4જી લેપટોપના નિર્માણનું કામ Foxconn કરશે.
વિતેલા વર્ષે ડિસેમ્બરમાં શ્યાઓમીએ Mi નોટબુક એર લેપટોપ રજૂ કર્યું હતું. જિઓના 4જી લેપટોપમાં એક 4જી સિમ કાર્ડ સ્લોટ હશે. કહેવાય છે કે, વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
જિઓ 4G લેપટોપના ફીચર્સ પર નજર કરઈ તો તેમાં 13.3-ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે હશે. ડિસ્પ્લેનું રિઝોલ્યૂશન 1920X1080 પિક્સ્લ હોઈ શકે છે.
ડિસ્પ્લે ઉપર HD કેમેરા પણ હશે. તેમાં એક સ્લિમ કીબોર્ડ પણ હશે. તેનું વજન 1.2 કિલોગ્રામ હોઈ શકે છે. તેમાં 4જીબી રેમ પણ આવશે.
વિસ્તૃત ન્યુઝ રીપોર્ટ માટે અહિંં ક્લિક કરો.