Law Quality Medicineકોમ્બિફ્લેમ અને ડી કોલ્ડ ટોટલ ખરીદતા પહેલા સાવધાન
60 દવાઓ છે હલકી ગુણવત્તાની 

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં દુઃખાવો ઓછો કરવાના નામે વેચાતી જાણી કોમ્બિફ્લેમ સ્વાસ્થ માટે જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત ડી કોલ્ડ ટોટલ દવા પણ તમારી તબિયત બગાડી શકે છે. બન્ને દવાઓ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કેન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન સીડીએસસીઓની તપાસમાં ઉતરતી કક્ષાની જણાઈ છે.
સીડીએસસીએ તપાસ વિતેલા મહિને કરી હતી જેમાં દવાઓ ઉતરતી કક્ષાની જણાઈ હતી. દવા ઉપરાંત સિપ્લાની ઓફલાક્સ-100 ડીટી ટેબલેટ્સ અને થિયો અસ્થિલિન ટેબલેટ્સ, સાથે કેડિલાની કેડિલોઝ પણ તપાસમાં ઉતરતી કક્ષાની જણાઈ હતી.
આવી રીતે સામાન્યથી ઘાતક બીમારીમાં ઉપયોગમાં લેવાતી ૬૦ દવાઓ પ્રકારની હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) કોમ્બિફ્લેમ અને ડી કોલ્ડ ટોટલને હલકી ગુણવત્તાની જાહેર કરી છે. સાનોલી ઇન્ડિયા કોમ્બિફ્લેમ ઇન્ડિયાનું ઉત્પાદન કરે છે જ્યારે રેકિટ બેન્કિસર હેલ્થકેર ઇન્ડિયા ડી-કોલ્ડ બનાવે છે.
સીડીએસસીઓએ બન્ને ઉપરાંત અનેક દવાઓનું ગત મહિને પરીક્ષણ કર્યું હતું. સિપ્લાની ઓફ્લોક્સ-૧૦૦ ટેબ્લેટ્સ અને છીઓ એસ્થાલિન ટેબ્લેટ્સ તેમજ કેડિલાની કેડિલોસ સોલ્યુશન પણ હલકી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું છે. શ્વાસોચ્છવાસની મુશ્કેલી અને કબજિયાતમાં માટે દવાઓ ઉપયોગમાં લેવાય છે.
સીડીએસસીઓએ ઉપનીરની પાંચ સહિત કુલ ૬૦ દવાઓ માટે ડ્રગ એલર્ટ જારી કર્યું છે. કોમ્બિફ્લેમ બનાવતી સાનોફીએ નોટિસ મળતાંની સાથે યોગ્ય પગલું લેવાની ખાતરી આપી છે. દવાઓ બનાવવામાં અનેક ફાર્માસ્યુટિકલ્સ માપદંડોની સમીક્ષા કરવાની હોય છે. અગાઉ ગત વર્ષે પણ સાનોફીના કોમ્બિફ્લેમની ત્રણ બેચ હલકી ગુણવત્તાનું જાણવા મળતાં કંપનીએ તેને કંપનીએ પાછી ખેંચી લીધી હતી.
ન્યુઝ રીપોર્ટ જોવા અહીં ક્લિક કરો.