Xiaomiએ લોન્ચ કર્યો Mi6 સ્માર્ટફોન,
6 જીબી રેમ અને 3D ગ્લાસ સ્ક્રીનથી હશે સજ્જ
નવી દિલ્હીઃ ટેક પ્રેમિઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે Mi 6 સ્માર્ટફોન Xiaomiએ ચીનમાં લોન્ચ કર્યો છે. ચીનની મુખ્ય સ્માર્ટફોન કંપનીએ તેને સ્થાનીક બજારમાં લોન્ચ કર્યો છે. ઝડપી પ્રોસેસર,
દમદાર કેમેરો અને ભરપૂર સ્ટોરેજથી સજ્જ આ સ્માર્ટપોનને ભારતમાં લોન્ચ કરવાની હાલમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
Xiaomiના સીઈઓ અને કો-ફાઉન્ડર લી જૂને આ ફોનને બિજિંગમાં લોન્ચ કરતાં કહ્યું કે,
એમઆઈ 6માં હાલના સ્નેપડ્રેગન 835 ઓક્ટાકોર પ્રોસેસરના ગ્રાફિકલ્સ પરફોર્મન્સ આઈફોન 7 કરતાં પણ સારું છે. તે અનેક મામલે સેમસંગના લેટેસ્ટ ફોન ગેલેક્સી 8 કરતાં સારો છે.
ફોનના સ્પેસિફિકેશનનીવાત કરીએ તો Xiaomi Mi 6માં 5.15 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. પ્રીમિયમ શ્રેણીના આ સ્માર્ટફોન 3ડી ગ્લાસ ફીચરથી સજ્જ છે.
ફોનમાં 2.45 ગીગાહર્ટ્ઝ 64-બીટ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 540 જીપીયું છે. મલ્ટી ટાસ્કિંગને સરળ બાવવા માટે તેમાં 6 જીબી રેમ છે.
ફોનના અન્ય મોટી વિશેષતાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. તેની સાથે જ તેમાં પ્રથમ વખત શ્યાઓમીને ડ્યુઅલ સ્પીકર્સ પણ આપ્યા છે. ફોનમાં 3350 એમએએચની બેટરી આપી છે. ફોન 4G+ નેટવર્કને સપોર્ટ કરે છે. જેની અપલોડિંગ અને ડાઉનલોડિંગ સ્પીડ શાનદાર છે.
કંપની અનુસાર તેની ડાઉનલોડ સ્પીડ અંદાજે 600Mbps છે ઉપરાંત તમને જણાવીએ કે,
તેની અપલોડ સ્પીડ પણ લગભગ 100Mbpsની આસપાસ છે.
મૂળ ન્યુઝ રીપોર્ટ જોવા અહીં ક્લિક કરો