બાહુબલી-2' ફિલ્મનો નવો રેકોર્ડ, 1000 કરોડ રૂપિયાની કમાણી કરનારી ભારતની પ્રથમ ફિલ્મ
બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ બનાવનારી
એસ.એસ. રાજામૌલીની ફિલ્મ બાહુબલી-2એ કમાણી મામલે નવો ઇતિહાસ રચ્યો છે. બાહુબલી
ભારતની એવી પ્રથમ ફિલ્મ બની ગઇ છે જેણે વિશ્વભરમાં 1000 કરોડ
રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી
હતી.
ડિરેક્ટર કરણ જોહરે પોતાના ટ્વિટર હેન્ડલ
પર ફિલ્મએ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાની વાત કરી હતી અને
કહ્યું કે આ ફિલ્મ ભારતીય ફિલ્મમાં માઇલસ્ટોન સાબિત થઇ છે.
ઉલ્લેખનીય છે કે બાહુબલી-2 ફિલ્મએ
રીલિઝ થયાના નવ દિવસમાં એક હજાર કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મએ ભારતમાં 800
કરોડ રૂપિયાની કમાણી કરી છે તો વિદેશમાં લગભગ 200 કરોડ
રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મના હાઉસફૂલ શો જોતા એવો અંદાજ
લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મ 1500 કરોડ રૂપિયાની કમાણી કરે તો પણ નવાઇ નહીં.
ફિલ્મના એક્ટર પ્રભાસે પોતાના ફેસબુક પેજ
પર પોતાના ચાહકોને ફિલ્મની સફળતા અને તેમના પ્રેમ માટે આભાર માન્યો હતો. ઉલ્લેખનીય
છે કે ફિલ્મ 9000 સ્ક્રીન્સ પર રીલિઝ થઇ હતી. આ ફિલ્મને તેલુગુ,
હિન્દી સહિત છ ભાષામાં રીલિઝ કરવામાં આવી હતી.
ઓફિસિયલ ન્યુઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો