NEET ની પરીક્ષા આપવા જતા પહેલાં
NEETનું સમયપત્રક
* પરીક્ષાખંડમાં સ્લોટ પ્રમાણે એન્ટ્રી અપાશે. એ સ્લોટની એન્ટ્રી સવારે ૭:૩૦ થી ૮:૩૦ વચ્ચે થશે. જયારે બી સ્લોટની એન્ટ્રી ૮:૩૦ થી ૯:૩૦ વચ્ચે થશે.
* પરીક્ષા ખંડમાં મોડામાં મોડી એન્ટ્રી ૯:૩૦ સુધી થઇ શકશે
* ૭:૩૦ થી ૯:૪૫ એડમીટ કાર્ડ સુપરવાઈઝર પાસે ચેક કરાવવાનું રહેશે.
* ટેસ્ટ બુકલેટનું વિતરણ ૯:૪૫ એ થશે.
* ટેસ્ટ બુકલેટનું સીલ ૯:૫૫ વાગ્યે તોડી આન્સરશીટ બહાર કાઢવાની રહેશે.
* ૧૦ વાગ્યે પરીક્ષા શરુ થશે.
* ૧ વાગ્યે પરીક્ષ પૂરી થશે
* પરિણામ ૮ મી જૂનનાં રોજ જાહેર થશે.
શું લઇ જવાનું?
* એડમિટકાર્ડ, પાસપોર્ટસાઇઝ અને પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટોગ્રાફ
* તમામ રફ વર્ક ટેસ્ટ બુકલેટમાં જ કરવાનું રહેશે.
* મશીન ગ્રેડેબલ આન્સરશીટ પર કઈ પણ લખાણ લખવાનું નથી.
* પરીક્ષા ખંડમાં બ્લૂ કે બ્લેક પેન આપવામાં આવશે તેનાથી જવાબ લખવાના છે.
શું નથી લઇ જવાનું?
* પાણીની બોટલ, ચા, કોફી, કોલ્ડડ્રિક્સ કે સ્નેક્સ.
* પેન, સ્કેલ, રાઈટિંગ પેડ, પેનડ્રાઈવ, ઇરેઝર, કેલ્ક્યુલેટર, પેન્સિલ બોક્સ...
* મોબાઈલ ફોન, ઇયરફોન, હેલ્થ બેન્ડ્સ, માઈક્રોફોન
* હેર પીન, હેર બેન્ડ, હેર બીડ્સ
* રિંગ, ઈયરીંગ, નોઝપીન, ચેઈન, નેકલેસ, પેન્ડન્ટસ, બેગ, બ્રોચ
* સ્લીપર કે સેન્ડલ પહેરી શકશે પણ બૂટ પહેરી શકાશે નહી.
* મોટા બટન ન હોય અને ફૂલ બાંય ન હોય તેવા અડધી બાંયના સાદા કપડા પહેરીને જવાનું રહેશે.