Grand Education Fair 2017
ગુ. મા. અને ઉ. મા. શી. બોર્ડ, ગાંધીનગર દ્વારા શાળા ખુલ્યા બાદ તા: ૧૪-૧૫-૧૬ જુન, ૨૦૧૭ આ ત્રણ દિવસ માટે "ગ્રાન્ડ એજ્યુકેશન ફેર" ની જાહેરાત કરવામાં આવી છે. શક્ય છે કે પ્રવેશોત્સવ ને જ કદાચ નવું નામકરણ કરીને આવું અંગ્રેજી નામ આપવામાં આવ્યું હોય. અથવા એવી પણ શક્યતા છે કે આ આખો કાર્યક્રમ શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વધુ રસ જાગે તે હેતુ થી કઈંક નવું લઇ ને પણ આવે.
ફિલહાલ શિક્ષણ વિભાગ દ્વારા માત્ર એક પોસ્ટર સાથે ઓફિસિયલ જાહેરાત એટલી જ કરવામા આવી છે કે જુન મહિનામાં આ ત્રણ દિવસ એજ્યુકેશનલ ફેર હશે. આ ફેર ક્યાં હશે, કેવી રીતે હશે, કોના માટે હશે....તેની જાહેરાત પાછળ થી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત જાહેરાતનું પોસ્ટર જોવા અહી ક્લિક કરો