PAN ADHAAR Link



પાન કાર્ડ અને આધાર કાર્ડને કઈ રીતે લીંક કરશો? ? ?
આવકવેરા વિભાગે ટેક્સપેયરને મોબાઈલ એસએમએસની સુવિધાનો ઉપયોગ કરીને આધાર સંખ્યાને પાન નંબર સાથે લિંક કરવા માટે કહ્યું છે. દેશની મુખ્ય અખબારોમાં આપવામાં આવેલ જાહેરાતમાં વિભાગે એસએમએસના માધ્યમથી આધાર અને પાન એક બીજા સાથે લિંક કરવાની જાણકારી આપી છે.

તેના માટે કોઈપણ વ્યક્તિએ પોતાના ફોનમાં મોટા અક્ષરોમાં UIDPAN બાદ સ્પેસ છોડીને તમારો આધાર નંબર અને ત્યાર બાદ તમારો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર એસએમએસ કરવાનો રહેશે. ઉપરાં તમે ઇનકમ ટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર જઈને પણ તમે આધાર પાન એકબીજા સાથે લિંક કરાવી શકો છો.

આ સિવાય ટેક્સપેયર વ્યક્તિ ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ પર થી પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરી શકે છે. જેના માટે નીચે લીંક આપી છે તેના પર ક્લિક કરી ખુબ જ સરળતાથી તમે તમારો પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરી શકો છો.

પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવા અહી ક્લિક કરો