Surat Police



સુરત પોલીસનું જાહેરનામું

સામાન્ય રીતે મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને વાહનો (ટુ વ્હીલર અને કેટલાક કિસ્સામાં ફોર વ્હીલર પણ) આપી દેતા હોય છે. અને બાળકો મન ફાવે તેમ વાહનો હાંકતા હોય છે અને પછી અકસ્માત થતા હોય છે. તો તેવા વાલીઓ સામે સુરત પોલીસએ લાલ આંખ કરી છે. અને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ . . . 
"૧૮ કે તેની નીચેના ઉમરવાળા બાળકોને કોઈ પણ પ્રકારના વાહનો આપવા નહિ, બાળકો બિલકુલ બેદરકારીથી વાહનો ચલાવે છે. આથી વાલીઓએ ટ્યુશન કે નિશાળ જવા માટે જો વ્હીકલ બાળકોને આપે તો વ્હીકલ ૧૮ મહિના માટે ડીટેન કરવામાં આવશે અને યોગ્ય દંડ કરવામાં આવશે અને વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેની દરેક વાલીઓએ નોંધ લેવી. જન જાગૃતિ માટે આગળ ફોરવર્ડ કરશો."

આ પ્રકારનું સુરત પોલીસ નું તા: ૦૭-૦૫-૨૦૧૭ નું જાહેરનામું અમને વોટ્સએપ પર મળેલ છે. જેનું ન્યુઝ પેપર કટિંગ જોવા અહી ક્લિક કરો.