GST Cuts on Fertilizers



ખાતર પર જીએસટી ઘટ્યો

GST લાગૂ પાડવાની પૂર્વ સંધ્યાએ ખેડૂતોનાં હીતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાતર પરના GST દરમાં ઘટાડો કરવામા આવ્યો છે. ખાતર પર  12 ટકાના બદલે પાંચ ટકા ટેક્સ લાગશે. દેશભરમાં જીએસટી લાગુ થતાં પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જીએસટી કાઉન્સિલની ટીમે ખાતર પરના ટેક્ષના દરમાં ઘટાડો કર્યો છે.
જીએસટી કાઉન્સિલે ખાતર પરના 12 ટકા ટેક્ષને ઘટાડીને પાંચ ટકા કર્યો છે. જેના કારણે ખાતરના ભાવમાં ઘટાડો થશે..તો ટેક્ટરના સ્પેર પાર્ટ પરના ટેક્સના દરમાં પર ઘટાડો કર્યો છે. ટેક્ટરના સ્પેર પાર્ટસના ટેક્સ અત્યાર સુધી 28 રાખવાનું નક્કી કરવામા આવ્યું હતું, પરંતુ જીએસટી કાઉન્સિલે તેના પર 18 ટકા ટેક્સ રાખવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષસ્થામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ સમાચાર ABP Asmita ન્યૂઝ ચેનલ પર પ્રકાશિત થયા હતા તે જોવા માટે અહી ક્લિક કરો

૧ જુલાઈના રોજ સંદેશ ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર પણ આ સામચાર પ્રકાશિત થયા હતા તે જોવા અહી ક્લિક કરો