Why Tyres Are Black



ટાયરનો રંગ કાળો જ કેમ હોય ? ? ?
આપણે કદાચ આ વાત પર કોઈ દિવસ ધ્યાન નહિ આપ્યું હોય કે ગાડીના ટાયરનો રંગ હમેશા કાળો જ કેમ હોય છે, લાલ, પીળો કે સફેદ કેમ નહિ? ? ? ટાયર બનાવવાવાળી બધી જ કંપનીઓ ટાયરનો રંગ કાળો જ રાખે છે. ભારત જ નહિ વિદેશોમાં પણ ટાયર કાળા જ હોય છે. 
કારણ કે ટાયર રબર માંથી બનાવવામાં આવે છે. પણ રબરનો રંગ તો સીલેટી હોય છે. તો પછી ટાયર કાલા કેમ? હકીકતમાં ટાયર બનાવતી વખતે તેનો રંગ બદલાઈ જાય છે. અને આ સ્લેટી માંથી કાળા ટાયર બનવાની પ્રક્રિયાને વેલ્કેનાઈઝેશન કહેવામાં આવે છે. 
પ્રાકૃતિક રબર વધારે મજબુત નથી હોતું અને એ ઘસાઈ પણ જલ્દી જાય છે. અને ટાયર તો રસ્તા પર ખરબચડી સપાટી પર ચાલે છે~વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઇટ જુઓ~જ્યાં પ્રાકૃતિક રબર વધારે સમય ટકી શકતું નથી. તેથી એમાં કાર્બન બ્લેક ઉમેરવામાં આવે છે. જેથી તે મજબુત થઇ જાય છે. અને ઓછું ઘસાઈ છે. કાર્બન સિવાય એમાં સલ્ફર પણ ઉમેરવામાં આવે છે. 
કાર્બન બ્લેક ને કારણે એનો રંગ કાળો થઇ જાય છે જે એને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી પણ બચાવે છે. બાળકોની સાયકલમાં રંગબેરંગી ટાયરો એટલા માટે જોવા મળે છે કેમકે એ ટાયર રોડ પર ઓછા ચાલે છે અને એમાં કાર્બન બ્લેક ભેળવવામાં નથી આવતું અને એ રબર પણ નીચી ગુણવત્તાનું હોય છે.

અમને આ પ્રશ્ન ઘણા સમય પહેલા અમારી વિદ્યાર્થીની સબીના તુર્કી, નાની નરોલી દ્વારા પૂછવામાં આવ્યો હતો. 
આપના પણ કોઈ આવા પ્રશ્નો હોય તો અમને વોટ્સએપ પર જણાવી શકો