નકલી નોટો ઓળખવા માટે RBI લૉન્ચ કરી શાનદાર ઍપ
નકલી
નોટો સતત પકડાઇ રહી છે. નવી નોટો આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં 11.23 કરોડ રૂપિયાની નકલી નોટો મળી છે. ફાઇનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ
રાજ્યસભામાં જણાવ્યુ કે ”દેશમાં નોટબંધી બાદ 29
રાજ્યોમાં આ કરન્સી મળી છે. સાથે જ
તાજેતરમાં RBIએ નકલી નોટોની ઓળખ
માટે એક મોબાઇલ એપ લોન્ચ કરી છે.”
2000 અને 5000 રૂપિયાની નવી નોટો
વિશે દરેક લોકોને જણાવવામાં આવ્યુ છે જેનાથી લોકો નકલી નોટ ઓળખ સરળતાથી કરી શકશે. ”INR
Fake Note Check Guide”એપને એન્ડ્રોઇડ
સ્માર્ટફોન યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી અને iPhone યૂઝર્સ એપ સ્ટોરમાંથી
ડાઉનલોડ કરી શકે છે. આ લિંકને ડાઉનલૉડ કરવા માટે અહીંયા ક્લિક કરો.
ફાઇનાન્સ
મિનિસ્ટરે કહ્યુ કે ”નેશનલ ક્રાઇમ
રેકોર્ડ્સ બ્યુરોના ડેટા અનુસાર અત્યાર સુધીમાં 1,57,797 નકલી નોટો મળી છે જેની વેલ્યુ 11.23 કરોડ રૂપિયા હતા.”
ઉલ્લેખનીય
છે કે મોદી સરકારે 8 નવેમ્બર,
2016ના સૌથી મોટું પગલું ભર્યુ હતુ. આ પગલું
નકલી નોટોને ચેક કરવા માટે, આતંકવાદમાં જતા
રૂપિયા અને કાળા ધનની તપાસ કરવા માટે
લેવામાં આવ્યુ હતુ. આ અંતર્ગત સરકારે હાઇ કરન્સી નોટ બંધ કરી દીધી હતી ત્યાર બાદ
રિઝર્વ બેંકને મહાત્મા ગાંધીની નવી સીરિઝની 500 અને 2000ની નવી નોટો લોન્ચ
કરી હતી.
આ ન્યૂઝ આર્ટીકલનો સોર્સ (મૂળ) જોવા માટે અહી ક્લિક કરી શકો