રિલયાન્સ જિઓએ VoLTE ફીચર 'જિઓફોન' કર્યો લોન્ચ, 153 રૂ માં અનલિમિટેડ ડેટા
જિઓના આ ફીચર ફોનમાં તમે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશો. જિઓ ફોન પર જિઓ ધન ધના ધન પ્લાન 150 રૂપિયામાં મળશે. જિઓ 153 રૂપિયામાં જિઓફોન ગ્રાહકોને અનલિમિટેડ ડેટાની સુવિધા આપશે. જિઓનો આ ફોન 22 ભાષાઓનો સપોર્ટ કરશે.
કંપની આ ફોનની સાથે 1500 રૂપિયા સિક્યોરિટી તરીકે લેશે જે ત્રણ વર્ષ પછી રિફંડેબલ હશે. આમ આ ફોન તમને 0 રૂપિયામાં પડશે. જે 153 રૂપિયાના ટેરીફ સાથે આવશે. જિઓનો ફોનમાં ટીવી કેબલની સુવિધા પણ હશે. આ ફોનને કોઈપણ ટીવી સાથે કનેક્ટ કરીને ટીવી જોઈ શકાશે. જિઓફોનમાં ટીવી કેબલની સુવિધા માટે 309 રૂપિયા ચૂકવવા પડશે.