Reliance
Jioનો નવો ફીચર ફોન લોન્ચ, જાણો ખાસિયતો
મુકેશ
અંબાણીએ જેની આતૂરતાથી રાહ જોવાતી હતી તે જિઓ ફીચર ફન લોન્ચ કર્યો છે. તેમણે તેને
ઇન્ટેલીજન્ટ ફીચર ફોન કહ્યો છે. આ ફોન 22 ભાષાઓને
સપોર્ટ કરશે. તેમાં 153 રૂપિયામાં મળશે
અનલિમિટેડ ડેટાની સાથે ફ્રી વોયસ કોલ પણ મળશે. કહેવા છે કે, જે 153 રૂપિયામાં આ ડેટા
આપવામાં આવી રહ્યો છે તેના માટે બજારમાં 4000 રૂપિયા ખર્ચ કરવા પડે છે.
તેની
સાથે જ તેમણે કહ્યું કે ભારતમાં 50 કરોડની જનસંખ્યા
ફીચર ફોનનો ઉપયોગ કરે છે. તેની પહોંચથી સ્માર્ટફોનથી દૂર છે. લોકો 2જીથી વધારે 4જી સ્માર્ટફોનનો
ઉપયોગ કરે છે. મુકેશ અંબાણીએ પોતાની એજીએમ સ્પીચમાં કહ્યું કે, એન્ટ્રી લેવલ પર 3000થી 4500 રૂપિયાની કિંમતમાં સ્માર્ટફોન મળે છે જે કરોડો લોકોની પહોંચથી દૂર છે.
આ
રીતે જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, આ
સ્માર્ટપોનની પ્રભાવી કિંમત ઝીરો રૂપિયા રાખવામાં આવી છે. જાહેરાત કરવામાં આવી કે
આ ફોન લેવા માટે યૂઝર્સે ત્રણ વર્ષની સિક્યોરિટી ડિપોઝિટ પેટે 1500 રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ રિફંડ પણ કરી શકાય છે.
15 ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે તેનું ટ્રાયલ શરૂ થશે અને 24 ઓગસ્ટથી પ્રી-બુકિંગ શરૂ થશે. તેના પર 309 રૂપિયા દર મહિને ખર્ચ કરીને કેબલ ટીવી પણ જોઈ શકાય છે. જિઓ પર વોયસ
કોલ હંમેશા ફ્રી રહેશે. માત્ર તમારે ડેટા માટે ખર્ચ કરવો પડશે.
Feature Phoneની ખાસ વાતોઃ આ ફીચર ફોનમાં કમ્પેક્ટ ડિઝાઈન, 4વે નેવીગેશન, એસડી કાર્ડ સ્લોટ
જેવી અનેક સુવિધાઓ હશે. આગળ વાંચો અન્ય કેટલીક ખાસ સુવિધા વિશે.
- આલ્ફાન્યૂમેરિક
કી પેડ - 4 વે વેનિગેશન
-
કોમ્પેક્ટ ડિઝાઈન - 2.4" QVGA ડિસ્પ્લે
- બેટરી
અને ચાર્જર - SD કાર્ડ સ્લોટ
- કેમેરા
- માઈક્રોફોન અને સ્પીકર
- હેડફોન જેક - કોલ હિસ્ટ્રી
- ફોન કોનટેક્ટ - રિંગટોન
-
ટોર્ચ લાઈટ - એફ એમ રેડિયો
જીઓ ફોન બાબતે ન્યૂઝ પેપરમાં આવેલ ન્યૂઝ જોવા માટે અહી ક્લિક કરો
આ ન્યૂઝ રીપોર્ટનો સોર્સ જોવા માટે અહી ક્લિક કરો