Govt Job Bond



સરકારી નોકરીમા બોન્ડ

તાજેતરમાં થયેલ ભરતી બાદ એવા અસંખ્ય કિસ્સાઓ સરકારશ્રીના ધ્યાનમાં આવેલ છે જેમાં સામાન્ય વહીવટ વિભાગના તા: ૩૦-૧૦-૨૦૦૩ના ઠરાવની તમામ જોગવાઈઓનો અભ્યાસ કરવાને બદલે કર્મચારીઓને નિયમ વિરુદ્ધ બોન્ડની રકમ ભરવા કચેરીઓ દ્વારા જણાવવામાં આવે છે તેમજ બીજી કચેરીમાં નિમણૂક મેળવવાની સમયમર્યાદા પુરી ન થઇ જાય તે માટે મજબુરીથી આવા કર્મચારીઓ બોન્ડની રકમ ભરી દે છે તથા તેમના વિરૂદ્ધ કાર્યવાહી થવાના ડરથી લેખિતમાં રજુઆત કરતા પણ ડર અનુભવે છે અને ડરના કારણે રજુઆત કરતા નથી અને ફક્ત મૌખિક રજુઆત કરે છે.
પરંતુ સામાન્ય વહીવટ વિભાગના તા: ૩૦/૧૦/૨૦૦૩ ના ઠરાવના નિયમ - (૩)(અ) અનુસાર રાજ્ય સરકારની એક સેવામાંથી બીજી સેવામાં નિમણુંક મેળવતા અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી કોઇપણ જાતની બોન્ડની રકમ વસૂલ કરવાની રહેશે નહી તેવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે.

આ માટેનો ગુજરાત સરકારના ગૃહ વિભાગ નો ૨૫/૦૭/૨૦૧૭ નો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો