TATA New Car



TATA ની નવી કાર, 1 લીટર પેટ્રોલમાં 100 કિમી


દેશમાં સૌથી સસ્તી કાર આપનાર TATA મોટર્સ જલ્દી ભારતમાં આર્થિક રીતે લોકોને ફાયદો થાય તેવી કાર લૉંચ કરશે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને જોતા લોકોને તેમા ફાયદો થાય તે માટે TATA પોતાની નવી કાર મેગાપિક્સલ લઇને આવી રહી છે. જે ટાટા નૈનોનું અપગ્રેડેશન હશે. જે ઘણા યૂનિક કૉમ્બિનેશન સાથે 1 લીટરમાં તમને 100 કિલોમીટર સુધીનું સફર કરાવી શક્શે.
જાણકારોના જણાવ્યા અનુસાર TATA મેગાપિક્સલને ટાટા નૈનો સાથે ઑટોમાબાઇલ બજારમાં ઉતારવામાં આવશે. આ કાર 1 લીટર પેટ્રોલમાં તમને 100 કિમી (બેટરી ઓનલી પાવર) માઇલેજ આપી શકે છે. જોકે માઇલેજને જોતા તેનું એન્જીન દમદાર હશે, તે માનવું મુશ્કેલ છે.
ઑટો સેક્શનમાં અત્યાર સુધીમાં સૌથી એડવાંસ ટેક્નૉલૉજી વાળી કાર ગણાવવામાં આવે છે. ખબરોની માને તો આ કારની કિમત 5 થી 6 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવશે. TATA મેગાપિક્સલના 82 માં જિનેવા મોટર શોમાં પહેલી વાર રજૂ કરવામાં આવી હતી. અને તેને 2017માં ભારતીય બજારમાં લૉંચ કરવામાં આવશે.

તો બીજી બાજુ એવું પણ માનવામાં આવે છે કે TATAની કાર પેટ્રોલથી નહિ પણ બટેરીથી ચાલે છે. આ કારને ક્યાંય રોકીને ચાર્જ નથી કરવી પડતી કેમ કે તે ચાલતા ચાલતા જ ચાર્જ થઇ જાય છે. ટાટાની મેગાફિક્સલમાં લીથિયમ આયન ફાસ્ફેટ બેટરી લાગેલી છે. જેનાથી પેટ્રોલ એન્જીન જનરેટર કારથી ચાલતા પણ ચાર્જ કરી શકાય છે. પટ્રોલ એન્જીન ઘણું ઓછુ ફ્યુલ કંજ્યુમ કરે છે. જેથી કારનું માઇલેજ ફક્ત પેટ્રોલ પુરતું સિમિત રહી જાય છે.

To visit the source of this news click here