Jio Phone Booking



જિઓ ફોન પ્રી-બુકિંગ

રિલાયન્સ જિઓએ જિઓફોન લોન્ચ કરીને ફરી એક વખતમાં માર્કેટમાં ધમાલ મચાવી છે. કંપની પોતાના જિઓ ફોન મફતમાં આપી રહી છે. એ આડ વાત છે કે સિક્યોરિટી તરીકે 1500 રૂપિયા જમા કરાવવાના રહેશે જે 3 વર્ષ બાદ પરત મેળવી શકાય છે. રિલાયન્સ જિઓએ પોતાના ફોનનું પ્રી બુકિંગ પણ શરૂ કરી દીધું છે. કંપનીની વેબસાઈટ અનુસાર કંપનીએ ગ્રાહકોની વિગતો લેવાનું શરૂ કરી દીધું છે.
જિઓ ફોન ખરીદવા માંગતા કસ્ટમર 24 ઓગસ્ટથી myjio ઓપ કે જિઓ રિટેલર દ્વારા ફોનનું પ્રી-બુક કરી શકે છે. વેબસાઈટ http://www.jio.com પર જતાં જ તમને હોમ પેજ પર જિઓ સ્માર્ટફોનનું બેનર દેખાશે. ત્યાર બાદ Keep me posted પર ક્લિક કરો. બાદમાં તમે રજિસ્ટ્રેશન પેજ પર આવી જશો. અહીં નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની વિગતો આપીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન થતા જ તમારા મોબાઈલ નંબર પર કંપનીનો મેસેજ આવી જશે.
ફોન પુરેપુરો ફ્રી છે પણ પણ તેના ખરીદવા માટે 1500 રૂપિયાની ડિપોઝિટ આપવી પડશે. જે ત્રણ વર્ષ બાદ રિફંડ કરી દેવામાં આવશે. ફ્રી ડેટાનો મિસયૂઝ રોકવા માટે આ ડિપોઝિટ મની રાખવામાં આવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે લોકો ફ્રી વસ્તુનો મિસયૂઝ કરવા લાગે છે, એટલા માટે અમે આ રૂપિયા જિઓ યૂઝર્સ પાસેથી લઇ રહ્યાં છીએ, જેને ત્રણ વર્ષ પછી પાછા કરી શકો છો.
એન્યૂઅલ મીટિંગમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે આ ફોન ઇન્ડિયન એન્જિનીયર્સએ બનાવ્યો છે. અમે આશા છે કે અમે દર અઠવાડિયે 50 લાખ ફોન કસ્ટમર્સ માટે અવેલેબલ કરાવીશું.
ઉલ્લેખનીય છે કે આ ફોનમાં લાઇફ ટાઇમ ફ્રી કૉલિંગ મળશે. ડેટા યૂઝેસ માટે 153 રૂપિયા-મહિનામાં ધન ધના ધન ઓફર મળશે. કંપનીના ડાયરેક્ટર ઇશા અને આકાશ અંબાણીએ આ ફોનને સૌથી ઇન્ટેલિજન્ટગણાવ્યો હતો.
વોઇસ કમાન્ડથી તમે કોલ-મેસેજ કરી શકશો. તેના માટે તમારે કીપેડનો ઉપયોગ નહીં કરવો પડે. જિઓ ફોનની બધી કન્ટેન્ટ તમે મોટી સ્ક્રીન પર પણ જોઈ શકશો. પરંતુ તેના માટે તમારે ખાસ જિઓ કેબલની જરૂર પડશે.
એનએફસી (નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન) દ્વારા તમે એક ટેપથી જ કોઈપણ પેમેન્ટ સરળતાથી કરી શકશો. પોલીસ અને એમ્બ્યૂલન્સના નંબરને તમે ઓટોમેટિકલી સેવી કરી શકશો.

આ ફોનમાં તમને વોઈસ કોલિંગ હંમેશા ફ્રી રહેશે, સાથે જ અનલિમિટેડ ડેટા યૂઝેસ પણ રહેશે. ફોનમાં 5 નંબરનં પ્રેસ કરી પેનિક એલર્ટ એક્ટિવ કરી શકો છો. જિઓ મ્યૂઝિક પર કોઈપણ ગીત સાંભળી શકો છો, હાલમાં માત્ર વંદે માતરમ સંભળાય છે.

You can click here to visit the source of this news