યુટ્યુબના ઇતિહાસનું
સૌથી પોપ્યુલર ગીત
છેલ્લા 5 વર્ષથી યૂટ્યૂબ પર છવાયેલા ગીત ‘ગંગનમ સ્ટાઇલ’નો જાદૂ હવે ફીક્કો પડી ગયો છે. 5 વર્ષોથી નંબર 1 પૉઝિશન પર રહેલા આ ગીત પાસેથી હવે યૂટ્યૂબ કિંગનો ટાઇટલ પણ લઇ લેવામાં આવ્યું છે. યૂટ્યૂબ પર પહેલા પોઝિશન પર રહેલા કોરિયાઇ સિંગર સાઇના ગીત ‘ગંગનમ સ્ટાઇલ’ અત્યાર સુધીમાં 289 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા છે. પરંતુ સોમવારે સાંજે બીજુ ગીત બીજા સ્થાન પર આવ્યુ, રેપર વિઝ ખલીફા અને ચાર્લી પથનું ગીત ‘સી યૂ અગેન’એ ‘ગંગનમ સ્ટાઇલ’ને પછાડીને પહેલી પોઝિશન મેળવી લીધી છે.
‘ફ્યુરિયસ
7’ના આ ગીતને અત્યાર સુધીમાં 290 કરોડથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. લિસ્ટમાં ત્રીજા સ્થાન પર જસ્ટિન
બીબરનો ગીત ‘સૉરી’ છે, જેને 263 કરોડ વ્યૂઝ મળ્યા છે અને ચોથા સ્થાન પર લૂઇસ ફાન્સીનું ડેસ્પાસિતો 248
કરોડ વ્યૂઝ અને પાંચમા સ્થાને ટેલર
સ્વિફટનું શેક ઇટ ઑફ 224 કરોડ વ્યૂઝ મળ્યા
છે.
યૂટ્યૂબ
પર છવાયેલા ‘સી યૂ અગેન’ના સિંગર ચાર્લી પથ ટ્વિટર પર લખ્યુ કે, મેં 2007માં યૂટ્યૂબ જોઇન
કર્યુ હતુ, વિચાર્યુ હતુ 10
હજાર વ્યૂઝ માટે વીડિયોઝ બનાવીશ. અત્યારે
સી યૂ અગેન’ વિશે સાંભળીને સારું
લાગ્યુ.
તમને
જણાવી દઇએ કે, 2015માં રિલીઝ થયેલા ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7’નું છે. ફિલ્મમાં
છેલ્લે પૉલ વૉકરને ટ્રિબ્યુટ આપવામાં વગાડવામાં આવ્યુ છે, જે આ જ ફિલ્મના શૂટિંગ
દરમિયાન કાર દુર્ધટનામાં મૃત્યુ પામ્યો હતો.