Smallest Mobile



સૌથી નાનો મોબાઈલ

ઈ-કોમર્સ સાઈટ Yerha.comએ ભારતમાં દુનિયાનો સૌથી નાનો ફોનલોન્ચ કર્યો છે. જેને NanoPhone Cના નામે ઓળખાશે. કંપનીનો દાવો છે કે NanoPhone C દુનિયાનો સૌથી નાનો  ફોન છે. સ્માર્ટફોનની દુનિયામાં આ ફોન બેઝિક સ્પેસિફિકેશનની સાથે આવ્યો છે.
કંપની અનુસાર, NanoPhone C દુનિયાનો સૌથી નાનો GSM ફોન છે. આ ફોન ક્રેડિટ કાર્ડની સાઇઝનો છે. ઇલારી NanoPhone Cની  ભારતમાં કિંમત 3940 રૂપિયા છે અને તેને બ્લેક, રોઝ ગોલ્ડ અને સિલ્વર કલરમાં મળશે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે NanoPhone C સ્ટાઈલિશ, કોમ્પેક્ટ અને એન્ટી-સ્માર્ટ મોબાઈલ ફોન છે.
NanoPhone Cનું વજન 30 ગ્રામ છે અને તેનું ડામેન્શન 94.3×35.85×7.6મિલીમીટર છે. 128×96 પિક્સલની ટીએફટી ડિસ્પ્લે છે. જે RTOS પર કામ રે છે અને તેમાં મીડિયાટેક એમટી6261ડી ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 32MB RAM આપવામાં આવી જે અને સ્ટોરેજ પણ 32MB મળશે. જરૂર પડે ત્યારે માઈક્રો SD કાર્ડની મદદથી 32 GB સુધી લંબાવી શકાય છે.

ડ્યુઅલ સિમ (માઈક્રો સિમ) ફોનમાં 280 mAhની બેટરી છે. જેનાથી 4 કલાકનો ટોકટાઈમ અને 4 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. આ ઉપરાંત ફોનમાં Mp3પ્લેયર, એફએમ રેડિયો, વોઈસ રેકોર્ડિંગ અને ફોન રેકોર્ડિંગ જેવી સુવિધા મળશે. જીએસએમ કેનેક્ટિવિટી ઉપરાંત ફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક અને એક માઈક્રો યૂએસબી પોર્ટ છે. NanoPhone Cમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી છે જે એન્ડ્રોઈડ અને   iOS ડિવાઈસ સાથે કેનેક્ટ કરી શકાશે.

* આ ફોન ખરીદવા માટે અહી ક્લિક કરો

* આ ન્યૂઝ આર્ટીકલનો સોર્સ જોવા માટે અહી ક્લિક કરો