World Population Day



વિશ્વ વસતી દિવસ
૧૯૮૭માં ૧૧ જુલાઈના દિવસે દુનિયાની વસતી ૫ અબજ ના આંકડે પહોચી હતી. આ એ જ તારીખ છે. જેને સંયુક્ત રાષ્ટ્રએ દર વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ વસતી દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસ દુનિયાની વસતીના બદલાતા પરિમાણો જોવાની તક આપે છે  હાલના સમયમાં દુનિયાની વસતી ૭ અબજથી વધુ થઇ ગઈ છે. ભારત અને ચીન સહીત દુનિયાના કેટલાય વિકાસશીલ દેશ વધતી જતી વસતીની સમસ્યાથી પરેશાન છે. આજે વિશ્વભરમાં એશિયન દેશો પર જ આખી દુનીયાની વધુ વસતીનો બોજો છે. વધતી વસ્તીથી પેદા થનારી સમસ્યા અંગે લોકોને જાગ્રત કરવાના પ્રયાસમાં વર્ષનો આ દિવસ ખુબ મહત્વપૂર્ણ છે. 
* દુનિયાની વસતીમાં એશિયાનો હિસ્સો ૬૦%
* યુરોપમાં વસતી ઘટાડાની સમસ્યા
* આફ્રિકામાં ઝડપથી વધતી વસતી
* ફક્ત ૮ લોકો પાસે દુનિયાની અડધી વસતી જેટલી સંપત્તિ
* વિકાસશીલ દેશોની ૧૧ કરોડ છોકરીઓનું દર વર્ષે ભણતર છોડાવી દેવાય છે.
* દુનિયાના લગભગ ૬૬ કરોડ લોએ પીવા માટે ચોક્ખું પાણી મળતું નથી 
* દુનિયામા લગભગ ૨૦૦ કરોડ લોકોને આજે પણ શૌચાલયની સુવિધા મળતી નથી.

આ ઉપરાંત વૈશ્વિક વસતી વિષે અન્ય રોચક જાણકારી મેળવવા માટે ન્યૂઝ રીપોર્ટ જોવા અહી ક્લિક કરો.