1000 રૂપિયાની નવી નોટ
નવી દિલ્હીઃ નોટબંધી
બાદ 1000 રૂપિયાની નોટ બંધ
થવાથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. અંગ્રેજી અખબાર ડીએનએમાં પ્રકાશિત
અહેવાલ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ 1000 રૂપિયાની નવી નોટ જારી કરી શકે છે. સૂત્રો અનુસાર નોટની ડિઝાઈનિંગનું
કામ જારી છે. ટૂંકમં જ મૈસૂર અને સાલ્બોની પ્રિન્ટિંગ પ્રેસમાં નવી નોટના
પ્રિન્ટિંગનું કામ શરૂ થઈ જશે.
આ હિલચાલ સાથે
સંબંધિત વ્યક્તિનું કહેવું છે કે રૂપિયા ૨,૦૦૦ની નોટોનું છાપકામ છેલ્લાં છ મહિનાથી બંધ છે. હવે માત્ર રૂપિયા
૨૦૦ની નોટ છાપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. નાના ચલણની નોટોની અછત ટાળવા માટે
આ પગલું ભરાયું છે. જોકે,
હાલમાં આ નોટો
એટીએમમાં ઉપલબ્ધ નથી કેમ કે એટીએમ મશીનોનું એ રીતે રિકેલિબરેશન કરાયું નથી.
હાલમાં રૂપિયા ૫૦૦
અને ૨,૦૦૦ની ચલણી નોટો
વચ્ચે મોટું અંતર હોવાને કારણે સામાન્ય માણસને છૂટા મેળવવામાં ભારે મુશ્કેલી થઇ
રહી છે. રૂપિયા ૧,૦૦૦ની નોટ દાખલ
થવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી જશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ સરકારે કહ્યું
હતું કે રૂપિયા ૧,૦૦૦ની નોટ નવા
રંગ-રૂપ સાથે બજારમાં દાખલ કરાશે.
Click here to view the source news