Motorola G5



મોટોરોલાનો નવો ફોન G-5

નવી દિલ્હીઃ લીનોવો અધિકૃત મોટોરોલાએ ભરાતમાં જી સીરીઝનો પોતાના બે સ્પેશિયલ એડિશન ફોન G5S અને G5S પ્લસ લોન્ચ કર્યા છે. આ પહેલા મોટોરોલાએ ભારતમાં 5માં જનરેશનની જી સીરીઝના બે ફોન G5 અને G5 પ્લસ ફોન લોન્ચ કર્યા હતા. મોટો G5S પ્લસ કંપનીનો પ્રથમ ડ્યુઅલ કેમ સેટઅપવાળો ફોન છે.
આ બન્ને ફોનની કિંમત અનુક્રમે 13,999 રૂપિયા અને 15,999 રૂપિયા રાખવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે આ ફોનને આજે રાત્રે 12 વાગ્યાથી ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન ઇન્ડિયા પર એક્સક્લૂસિવલી સેલ કરવામાં આવશે. આ ફોનની ખરીદી પર 1,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર અવેલેબલ છે, સાથે દરેક ક્રેડિટ કાર્ડ પર નૉ કૉસ્ટ EMI અને 499 રૂપિયાના મોટો સ્પૉર્ટ્સ હેડફોન મળી રહ્યાં છે.
Moto G5S Plus ડ્યૂલ રિયર કેમેરાને સપોર્ટ કરશે, જે હાઇબ્રિડ સ્લૉટની સાથે આવશે, સાથે આ એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ 7.1.1 નૉગટ પર કામ કરશે. આમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો ડ્યૂલ LED ફ્લેશ સાથે આવશે. 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. ફિચર્સ અને મૉડલને જોતા આ મોટોના જુના હેન્ડસેટની જેવો જ છે.
ફીચર્સ:
- 5.5-ઇંચ ફૂલ-HD (1080x1920 પિક્સલ) ડિસ્પ્લે
- 2.0GHz ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 625 પ્રૉસેસર
- 3GB RAM/4GB RAM વેરિએન્ટ
- 32GB/64GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટ
- 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 4.1, GPS, માઇક્રો-USB

- 3000mAh બેટરી, ટર્બો ચાર્જરની સાથે

આ સમાચારના સોર્સ ન્યૂઝ જોવા માટે અહી ક્લિક કરી શકો