Android Oનું લૉન્ચિંગ, ઈંટરનેટ વગર પણ
એક્સેસ થશે ઘણા ડિવાઈસ
Google 21 ઓગસ્ટે એંડ્રોંઈડનું નવુ વર્ઝન Android O લૉંચ કરશે. ન્યૂયોર્કમાં લૉંચ થનાર આ સોફ્ટવેરનું ઓફિશિયલ નામ હાલ
જાહેર કરવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેને ઓરિયો અથવા ઓક્ટોપસ નામ
આપવામાં આવી શકે છે. ટિપ્સટર Evan Blassની
ટ્વીટની જોતા આ સોફ્ટવેરને ઓરિયોના ફોટા સાથે શેયર કરવામા આવ્યું છે.
આ
સોફ્ટવેરના અમુક ફીચર્સ પહેલાથી જ કંફર્મ કરી દેવામાં આવ્યા છે, જેમાં શાનદાર બેટરી લાઈફ, સેફ્ટી
ટૂલ્સ અને પિક્ચર એન્ડ પિક્ચર મોડ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. નવા વર્ઝનમાં બેક
ગ્રાઉન્ડ લિમિટ ફીચર આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા વર્ઝનમાં iOSના મુકાબલે વધુ ઈમોજી આપવામાં આવી છે. તેમાં યૂઝર્સ થર્ડ પાર્ટી
કોલિંગ એપ્સને પણ એક્સેસ કરી શકશે. કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખતા તેમાં નવું વાઈ-ફાઈ અવેયર ફીચર
આપવામાં આવ્યું છે. તેમાં ઘણા ડિવાઈસ ઈંટરનેટ વગર પણ એક-બીજા સાથે વાઈ-ફાઈ મારફતે
કનેક્ટ કરી શકાય છે.
નવા
એન્ડ્રોઈંડનું સૌથી શાનદાર ફીચર છે નોટિફિકેશનને ચેનલાઈઝ કરવામાં આવી શકે છે. એટલે
કે દરેક નોટિફિકેશનને તેની અલગ કેટેગરીમાં રાખી શકાય છે. તેનાથી યૂઝરની સ્ક્રીન પર
નોટિફિકેશન બલ્કમાં દેખાતા નથી. ગૂગલ આ નવું એન્ડ્રોંઈંડનું લાઈવ પ્રસારણ કરશે.
જેને તમે એન્ડ્રોઈંડ.કોમ પર જઈને લાઈવ જોઈ શકો છો.
To view the source of this news you can click here