Know Your PANસરકારે 11.44 લાખ PAN કર્યા નિષ્ક્રિય, તમારું કાર્ડ આ યાદીમાં છે કે નહીં?
કેન્દ્ર સરકારે અત્યર સુધી અંદાજે 11.44 લાખથી વધારે પાન કાર્ડ બંધ કર્યા છે અથવા તો ડિએક્ટિવ કર્યા છે. આ જાણકારી કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે સંસદમાં આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે પાન કાર્ડ ડિએક્ટિવ અથવા રદ્દ એવી જગ્યાએ કરવામાં આવ્યા જ્યાં એક જ વ્યક્તિના નામે એકથી વધારે પાન કાર્ડ ફાળવવામાં આવ્યા હોય. તેમણે રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપતા કહ્યું કે, 7 જુલાઈ સુધી 1144211 પાન કાર્ડની ઓળખ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે એક જ વ્યક્તિના નામે એકથી વધારે પાન કાર્ડ છે. હવે કાં તો તેને બંધ કરવામાં આવ્યા છે અથવા ડિએક્ટિવ કરવામાં આવ્યા છે.
કાળા ધન વિરૂદ્ધ કેન્દ્ર સરકારે બીડું ઉઠાવ્યું છે. અને જે અંતર્ગત સરકારે નકલી પાન કાર્ડ ધરાવતાં લોકોને ઉજાગર કર્યા છે. નકલી પાન કાર્ડ ધારકોને પકડવા સરકારે પાન કાર્ડને આધાર કાડથી લિંકઅપ કરવાની પણ યોજના બનાવી છે. સરકારે 27 જુલાઈથી લગભગ 11.44 લાખ પાન કાર્ડ નિષ્ક્રિય કર્યા છે. ત્યારે તમારૂ પાન કાર્ડ પ્રમાણભૂત છે કે નહીં તેની ચકાસણી માટે ઈન્કમટેક્સની વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે.
પાન કાર્ડ કેન્સલ થયું છે કે નહીં તે જાણવા માટે ઈન્કમટેક્સની ઈ-ફાયલિંગ વેબસાઈટ પર જઈ, “Know Your PAN” પર ક્લિક કરવું. વેબસાઈટ પર ક્લિક કર્યા બાદ હોમ પેજ પર અનેક ઓપ્શન આવશે જેમાં ડાબી બાજુની કોલમમાં “Services” નામનું ઓપ્શન હશે.
આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ વેબસાઈટ પર નવું પેજ ખુલશે જેમાં તમારી પર્સનલ ડિટેઈલ (નામ, હોદ્દો, ધર્મ વગેરે) ભરવાની હોય છે. આ ઉપરાંત પાન કાર્ડ મેળવવા ફોર્મ ભરવા સમયે જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરાવ્યો હોય તે જ નંબર પણ દર્શાવવાનો હોય છે. આટલી વિગત ભરાયાં બાદ “Submit” ઓપ્શન પર ક્લિક કરવાનું હોય છે.

જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP પાસવર્ડ આવશે. જે બાદ OTP નંબર એન્ટર કરીને વેબસાઈટમાં નેક્સટ પેજ ક્લિક કરી “Validate” બટન દબાવવાનું હોય છે. જો, તમારા નામે એકથી વધારે પાન નંબર રજીસ્ટર્ડ હશે તો આ નામથી એકથી વધારે રેકોર્ડ છેતેવી નોટિસ પોપઅપ થશે. અને વધારાની માહિતીઓ ભરવાની રહેશે. જેમાં તેઓ તમારા પિતાનું નામ જેવી વિગત પૂછી શકે છે. આટલી જરૂરી માહિતી દર્શાવ્યાં બાદ, તમને તમારૂ પાન કાર્ડ પ્રમાણભૂત અને સક્રિય છે કે નહીં તે અંગેની જાણકારી મળશે.

ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો
આ ન્યૂઝ રીપોર્ટનો સોર્સ જોવા માટે અહી ક્લિક કરો