કર્મચારી પેન્શન ? ? ? : તથાસ્તુ
સરકારી કર્મચારીઓને પેન્શન શરૂ કરાવા માટે બેન્ક જવાની જરૂર નથી, કારણ કે..
કેન્દ્રના સરકારી કર્મચારીઓને પોતાનું પેન્શન શરૂ કરાવા માટે બેન્ક જવાની જરૂર નથી. કારણ કે તેમનું પેન્શન ચૂકવવાનો આદેશ પીપીઓની કોપી તેમને રિટાયરમેન્ટના સમયે જ આપી દેવાશે.
રોજગાર કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે આ અંગેની માહિતી આપી છે.
આ સંબંધમાં હાલના નિયમોનું ઉદાહરણ આપતા મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોને તાજેતરમાં જ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે પેન્શન પહેલાં ચૂકવણી માટે પેન્શનરને હવે બેન્ક જવાની જરૂર નથી. આ નિયમોની અંતર્ગત પેન્શનર કે રિટાયર્ડ સરકારી કર્મચારીઓને તેમનું પેન્શન શરૂ કરતાં પહેલાં એક પ્રમાણપત્ર પેન્શન શેરિંગ કરનાર બેન્કને જમા કરાવું પડશે.
આદેશમાં કહ્યું છે કે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસથી પીપીઓની બેન્કને કોપી મોકલ્યા બાદ પેન્શનરની કોપી તેના રિટાયર્ડમેન્ટના સમયે અન્ય રિટાયરમેન્ટ એરિયર્સની સાથે જ આપી દેવાશે. તેમાં કહ્યું છે કે જો કોઇ કર્મચારીને લાગે કે તેના માટે તેના પીપીઓની બેન્કની કોપી બેન્કમાંથી લેવી વધુ સરળ છે તો આ અંગે પોતાના કાર્યાલયના પ્રમુખને રિટાયર્ડમેન્ટના દસ્તાવેજ જમા કરાવતા સમયે લેખિતમાં સૂચિત કરવાનું થશેય આ આદેશ 1
ઑગસ્ટના રોજ રજૂ કરાયો.
આ માટે સંદેશ ન્યૂઝ પેપરમાં આવેલ ન્યૂઝ જોવા અહી ક્લિક કરો (ન્યૂઝ નં ૮)
આ સમાચાર વેબસાઈટ પર પણ જોવા મળ્યા છે તેના માટે અહી ક્લિક કરો