RBI Cuts Interest Rates



રિઝર્વ બેન્કે રેપો અને રિવર્સ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યાઃ EMI ઘટશે


ધારણા અનુસાર જ રિઝર્વ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. 0.25 ટકાના ઘટાડા બાદ રેપો રેટ 6 ટકા થઈ ગયો છે. જ્યારે રિવર્સ રેપો રેટ ઘટીને 5.75 ટકા રહ્યો છે. સીઆરઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. તેનાથી જ તમારી લોનના હપ્તા પર સીધી જ અસર પડવાની છે. જોકે, આ બેંકના નિર્ભર કરે છે કે તે ક્યારે અને ક્યાં સુધીમાં તમને તેનો લાભ આપશે.

આરબીઆઈએ એમએસએફ રેટ, બેંક રેટ 6.5 ટકા ઘટાડીને 6.25 ટકા કર્યો છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2018 માટે જીવીએ અંદાજ 7.3 ટકા પર જાળવી રાખ્યો છે. આરબીઆઈનું માનવું છે કે રિટેલ મોંઘવારી દર 4 ટકાની આસપાસ રહી શકે છે. 18-24 મહિનામાં રિટેલ મોંઘવારી દર 1 ટકા વધી શકે છે. આરબીઆઈ અનુસાર લોન માફીને કારણે નાણાંકીય ખોટ વધવાનો અંદાજ છે.

આરબીઆઈનું કહેવું છે કે, સામાન્ય મોનસૂન અને સપ્લાઈથી ખાદ્ય મોંઘવારી પર અસર થઈ શકે છે. સાથે જ આરબીઆઈનું માનવું છે કે, એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુશ્કેલી દુર કરવી પણ જરૂરી છે. આરબીઆઈ અનુસાર જીએસટી લાગુ કરવામાં કોઈ મુશ્કેલી નથી પડી.


આ સમાચારના સોર્સ ન્યૂઝ જોવા માટે અહી ક્લિક કરો: Source: 1          Source: 2