ધો. ૧૦ રીપીટર્સની પરિક્ષા જુના કોર્સ મુજબ
રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધો. ૧૦ ના પુસ્તકોમાં ફેરફાર કરાયો છે. જેના પગલે માર્ચ-૨૦૧૭ની પરિક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્ચ-૨૦૧૮ની પરિક્ષામાં નવા અભ્યાસક્રમ મુજબ પરિક્ષા આપવાની થાય તેમ હતું. પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮મા લેવાનારી પરિક્ષામા રીપીટર વિદ્યાર્થીઓ માટે જુના કોર્સ પ્રમાણે જ પરિક્ષા લેવાનું નક્કી કરાયું છે. આમ ધો. ૧૦ ણા રીપીટર વિદ્યાર્થીઓને જુના કોર્સ પ્રમાણે પાસ થવાની વધુ એક તક મળી રહેશે. આ નિર્ણયના પગલે ધો. ૧૦ ના લગભગ ૩૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
વિગતવાર ન્યૂઝ રીપોર્ટ વાંચવા માટે અહી ક્લિક કરો
વધુ માહિતી માટે અમારા બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહો.....