દુનિયાની સૌથી મોટી મશીનરી બનાવવામાં ભારતનો સિંહફાળો, હાઇડ્રોજન એટમોસ તૈયાર થશે
ભારતે ન્યુક્લિયર મશીનરી ડેવલપમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ડંકો વગાડયો છે. ફ્રાન્સમાં આકાર લઇ રહેલી દુનિયાની સૌથી મોટી મશીનરી થર્મોન્યુક્લિયર એક્સ્પેરિમેન્ટલ રિએક્ટર તૈયાર કરવામાં ભારતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ મહાકાય મશીન ઊર્જા ઉત્પાદનમાં મદદરૂપ નીવડશે. વેક્યૂમ વેસલ અને કૂલિંગ સિસ્ટમ બનાવવામાં ભારતનો સિંહફાળો છે. સમગ્ર પ્રોજેક્ટમાં આ સેક્ટરને પ્રોજેક્ટનો મુખ્ય હિસ્સો માનવામાં આવે છે. મશીનગરી નિર્માણના ઇતિહાસમાં આ પ્રોજેક્ટ સૌથી મોટો અને જટિલ છે. જેમાં ઊર્જા ઉત્પાદનનો હેતું મુખ્ય છે. આ સમગ્ર કોમ્પ્લેક્સમાં સૂર્ય કરતા દસ ગણી ગરમી પેદા કરી શકાશે. આ પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં મેગ્નેટનો ઉપયોગ કરાયો છે. જેને વર્તુળાકારમાં સેટ કરીને વિવિધ પરીક્ષણ કરવામાં આવ્યા હતા.
જે રીતે તીવ્ર ગરમી ઉત્પન્ન કરી શકાય છે એમ વાતાવરણને એટલું ઠંડું પણ કરી શકાય છે. એન્ટાર્કટિકામાં જે રીતે તાપમાન માઇનસમાં હોય એમ અહીં પણ ઠંડું વાતાવરણ સેટ કરી શકાય છે. સખત બરફ જામી જાય એ હદ સુધી કોમ્પ્લેક્સમાં ઠંડી રહી શકે છે. આ પ્રોજેક્ટ થકી સરળ રીતે, સસ્તી અને ચોખ્ખી વીજળી પૂરી પાડશે. કોમ્પ્લેક્સમાં તૈયાર થનારી વીજ નિર્માણની પ્રક્રિયામાં કોઇ પ્રકારનું જોખમ નથી. સમગ્ર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો શરૂ થવામાં આશરે બે દાયકાનો સમય લાગ્યો હતો.
ભારતે આ પ્રોજેક્ટમાં શું બનાવ્યું ?
ભારતે આ પ્રોજેક્ટમાં વેક્યૂમ સેક્શન તૈયાર કર્યું છે. આ ઉપરાંત કૂલિંગ પાઇપિંગ સેક્શન પણ ભારતે તૈયાર કર્યું છે. પ્રોજેક્ટમાં સૂર્ય કરતા દસ ગણી ઊર્જા પેદા કરી શકાય છે. આ પ્રકારની હીટિંગ સિસ્ટમનું સર્જન કરવામાં ઇન્ડિયાનું દિમાગ છે. કોઇ પણ એનર્જી પ્રોજેક્ટમાં ક્રોયોસેટની જરૂર પડે છે. આ ક્રોયોસેટનું સર્જન કરવામાં દેશના ઇજનેરોનો સમગ્ર વિશ્વમાં ઇજારો છે. આ પ્રોજેક્ટમાં પણ ભારતીય ઇજનેરની ટીમે ક્રોયોસેટ બનાવ્યો છે. જેને પ્રોજેક્ટનો મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે. આ સમગ્ર વિભાગ સેટેલાઇટના કોમ્પોનેટ તૈયાર કરવામાં મદદરૂપ થશે. એવો ઇજનેરોએ દાવો કર્યો છે.
આ પ્રોજેક્ટમાં ભારત સિવાયના બીજા ક્યા દેશ?
ચીન, યુરોપ યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, રશિયા, એમેરિકા, ફ્રાન્સ. આ તમામ દેશની અતિ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે પ્રોજેક્ટની ડિઝાઇન અમેરિકા અને ફ્રાન્સના કેટલાંક નિષ્ણાતોએ બનાવી છે. પ્રોજેક્ટના દરેક નાના-નાના વિભાગનું પરીક્ષણ સાથોસાથ કરવામાં આવતું હતું.
કેવી રીતે પેદા થશે ઊર્જા ?
સમગ્ર પ્રોજેક્ટમાં બે મોટા કોમ્પ્લેક્સ છે જેમાં રોકેટ સાઇન્ટસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે રીતો પ્રેશરથી રોકેટને એનર્જી મળે છે એ રીતે ચોક્કસ પ્રકારની સામગ્રી તાપમાન વધારવામાં તેમજ તેને જાળવવમાં ઉપયોગી થશે. જેમ રોકેટમાં ચોક્કસ તાપમાન જાળવવા જે સામગ્રી ઉપયોગી થાય છે તેનું પરીક્ષણ કરીને આ પ્રોજેક્ટમાં વાપરવામાં આવી હતી. આ ચેમ્બર રશિયાના ઇજનેરોએ બનાવી છે. મેગ્નેટિક કોઇલ થકી ઊર્જાનું ઉત્પાદન થશે. સેટેલાઇટ કોમ્પોનેટમાંથી એક વિશાળ રિંગ બનાવવામાં આવી છે. જે ગરમીનું વિસ્તરણ કરશે તેમજ તાપમાનને જાળવશે.
• કુલ ખર્ચ 20 બિલિયન યૂરો
• 150
મિલિયન ડિગ્રી સે. ગરમી પેદા કરવાની ક્ષમતા
• માઇનસ 269 ડિગ્રી સે. સુધીનું તાપમાન જાળવી શકશે
• 45 ફૂટ લાંબુ, 30 ફૂટ પહોળું અને 3 ફૂટ ઊંડું મેગ્નેટિક વેસલ
• 59 ફૂટની ઇલેક્ટ્રોમેગ્નેટિક લિફ્ટ જે ભારે ધાતુઓનું વહન કરશે
• મશીનની એક રિંગનું વજન 7 હજાર ટન, એફિલ ટાવર જેટલું
શું છે ફ્યૂઝન પાવર?
ફ્યૂઝન પાવર ટેક્નોલોજીમાં હાઇડ્રોજન અને હિલિયમનો સમાવેશ થાય છે જેને ગરમ કરવાથી તેમજ યોગ્ય પ્રેશર સાથે ઉપયોગ કરવાથી તેમાંથી ગરમી પેદા થાય છે. હાઇડ્રોજનની અંદર ડયૂટેરિયમ અને ટ્રિટેનિયમની માત્રા હોય છે. જે વીજ ઉત્પાદનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે મેગ્નેટિક વેસવમાં ઊર્જા ઉત્પાદનથી તેને લાંબા સમય સુધી જાળવી શકાય છે.