SBI Imp News



SBI લીધો મહત્વનો નિર્ણય, જાણી લો નહીતર નહી કરી શકો લેવડ-દેવડ
ભારતીય સ્ટેટ બેન્કે તેની અનેક શાખાઓને લઇને વધુ એક બદલાવ કર્યો છે. બદલાવની જાણકારી રાખવી તમારા માટે પણ ખૂબ જરૂરી છે. કારણકે જાણકારી હોવા પર તમે ઓનલાઇન પૈસા ટ્રાન્ફર કરી શકશો નહીં. તે સિવાય તમને તમને બ્રાન્ચથી જોડાયેલી યોગ્ય જાણકારી પણ મળી શકશે નહી.એસબીઆઇએ દેશભરમાં તેની 1200થી વધારે શાખાઓના બ્રાન્ચ કોડ અને IFSC કોડ સહિત ઘણા બદલાવ કર્યા છે. એટલું નહી બેન્ક શાખાઓના નામ બદલી દેવામાં આવ્યા છે.
બેન્ક ગ્રાહક તરીકે તમારે બ્રાન્ચની જાણકારી અનેકે જગ્યાએ આપવાની રહેશે. તેમજ IFSC કોડ મહત્વનો છે. કોડ વગર તમે કોઇપણ ફંડ ટ્રાન્ફર કરી શકશો નહી. એસબીઆઇએ અંગે એક યાદી જાહેર કરી છે. જેમા તમને સર્કલ મુજબ જૂની બ્રાન્ચ અને તેની જગ્યાએ નવી બ્રાન્ચની જાણકારી આપવામાં આવી છે.એસબીઆઇની યાદી મુજબ જૂની બ્રાન્ચને નવી યાદીમાં સામેલ કરી છે. જેમા વધારે એસબીઆઇ સાથે મર્જર થયેલી બેન્કોની શાખા છે.
એસબીઆઇએ ગુજરાત, મહારાષ્ટ્ર, ભોપાલ, બેંગલુરુ અને ચંડીગઢ સહિત દેશના અન્ય ભાગોમાં બદલાવ કર્યો છે.જેમ કે અમદાવાદ સર્કલમાં ગોપીપુરા બ્રાન્ચને બદલીને સૂરત ચોક બજારમાં જોડી છે. તેની નવી બ્રાન્ચ કોડ અને નવો IFSC પણ રજૂ કરવામાં આવ્યો છેતમારી નવી શાખામાં બદલાવ થયો કે નહી તેની જાણકારી માટે તમે નીચેની લીંક પરથી માહિતી મેળવી શકો છો. જેમાં યાદી આપવામાં આવી છે. તે સિવાય નજીકની એસબીઆઇ બ્રાન્ચમાં જઇને પણ તમે માહિતી મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે વર્ષે 5 સહાયક બેન્કોને એસબીઆઇમાં વિલય કરી દેવામાં આવી હતી. જેનુ એસબીઆઇમાં વિલય થયા બાદ બેન્કોના ગ્રાહક માટે ચેક બુક સહિત ઘણી ચીજવસ્તુઓ બદલાઇ ગઇ છે.

બદલાવ માટેની માહિતી ધરાવતી PDF ફાઈલ માટે અહી ક્લિક કરો