Block Any Number



Android અથવા iPhone પર નંબરને બ્લોક કરવા માટે બેસ્ટ ટ્રિક્સ
આપણા જીવનમાં ગેજેટ્સ અને સ્માર્ટફોને એક અલગ જગ્યા બનાવી લીધી છે. જેના કારણે પત્રો લખવાની અને ના તો કોઈને PCOથી કોલ કરવાની લાઈનમાં ઉભા રહેવું પડે છે. સ્માર્ટફોને આપણી જીવનશૈલીમાં પણ અનેક બદલાવ લાવ્યો છે. જોકે તમને ખબર નથી કે જે રીતે સ્માર્ટફોનના કારણે તમે કોઈનાથી પણ સહેલાઈથી જોડાઈ શકો છો તેટલી સહેલાઈથી વણજોઇતા લોકો અથવા તેમના કોલથી દૂર પણ રહી શકો છો. ચાલો આજે તમને જણાવીએ કે કઈ રીતે તમે તમારા Android અથવા iPhone પર કોઈ નંબરને બ્લોક કરી શકો છો.
Android ફોન પર રીતે કરો કોઈ નંબરને બ્લોક
તમારા ફોનની કોલ એપને ઓપન કરો અને તેમાં કોલ હિસ્ટ્રીમાં જાવ.
તે નંબર પર જાવ જેને તમે બ્લોક કરવા માગો છો. હવે તેને લોંગ પ્રેસ કરો.
જે બાદ એક ડ્રોપડાઉન મેન્યુ આવશે જેમાં બેઝિક શોર્ટકટ ઓપ્શન્સ હશે.
તેમાં બ્લોક નંબરને સિલેક્ટ કરો.
જે બાદ તમારી પાસે એક કન્ફર્મેશન મેસેજ આવશે. જેમાં બ્લોકનું બટન હશે.
બ્લોક બટન પર ક્લિક કરો અને હવે તે નંબર બ્લોક થઈ જશે. ભવિષ્યમાં નંબર પરથી તમને કોઈ મેસેજ કે કોલ્સ નહીં આવે.
Android ફોનમાં બ્લોક કરેલા નંબરની લીસ્ટ જોવા માટે સેટિંગ્સમાં એક કોલ બ્લોક્ડનું ઓપ્શન આપ્યું હશે. ઓપ્શનમાં ક્લિક કરવાથી તમે બ્લોક કરેલા નંબરોનું લિસ્ટ સામે આવી જશે.
iPhone પર કરી કરો નંબર બ્લોક
ફોન એપને ઓપન કરો અને તેમાં કોલ હિસ્ટ્રીમાં જાવ.
જે નંબરને બ્લોક કરવા માગો છો તેના પર જાવ અને ઇન્ફોર્મેશન પર ક્લિક કરો.
હવે સ્ક્રોલ ડાઉન મેન્યુમાં નીચેની તરફ જાવ અને બ્લોક ધીસ કોલરપર ક્લિક કરો.
બસ હવે નંબર બ્લોક થઈ ગયો. તમને નંબર પરથી ક્યારેય ફોન નહીં આવે.
જો તમે આઈફોનમાં બ્લોક કરેલા નંબરની લિસ્ટ જોવા માગો છો તો સેટિંગ્સમાં જાવ. અહીં ફોન મેન્યુમાં જાવ અને બ્લોક્ડ પર ક્લિક કરો. તમે બ્લોક કરેલા નંબરોનું લિસ્ટ સામે આવી જશે.