Desh Ka Smartphone



Xiaomi લોન્ચ કર્યો દેશ કા સ્માર્ટફોન
ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની xiaomi ભારતમાં દેશ કા સ્માર્ટફોનટેગ સાથે redmi 5A લોન્ચ કર્યો છે. xiaomiનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. સ્માર્ટફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. એક ફોન 2GB રેમ+16GB સ્ટોરેજ અને બીજો ફોન 3GB રેમ+32GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોન flipkart અને Mi.com પર ઉપલબ્ધ કરાયા છે. Mi.com પર 21 ડિસેમ્બરના દિવસે ફ્લેશસેલ અતર્ગત redmi 5Aને ફક્ત 1 રૂપિયા વહેચવામાં આવશે.
redmi 5Aના 2GB રેમ વાળા ફોનની કિંમત 5,999 રૂપિયા અને 3GB રેમ વાળા ફોનની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. ફોનની સેલ 21 ડિસેમ્બરના દિવસે flipkart પર શરૂ થઇ જશે. લોન્ચ ઓફર અતર્ગત કંપનીએ નિર્ણય લીધો છે કે, તેઓ 50 લાખ યુનિટ 1,000 રૂપિયાની ઓફર સાથે વહેચશે. આનો મતલબ થયો કે 2GB રેમ વાળો ફોન તમને 4,999 રૂપિયા મળશે. ફોનને તમે 340 રૂપિયાની EMI પર પણ ખરીદી શકો છો. flipkart ફોન પર axis bankના ક્રેડીટ કાર્ડ ગ્રાહકોને 5% વધારે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. સાથે જો તમે રિલાઈન્સ જીઓના ગ્રાહક છો તો તમે ફોનને ફક્ત 3,999 રૂપિયામાં ખરીદી શકો છે.
ફોનના specification
– redmi 5Aમાં 5 ઇંચ (720X1280) રેજોલ્યુશન વાળી HD ડિસ્પ્લે આપવામાં આવે છે.
– redmi 5A એન્ડ્રોઇડ 7.1 નોગટ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરશે.
– redmi 5Aમાં ક્વોડ્કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
– redmi 5Aમાં HD ફ્લેશ સાથે 13MPનો રીયર કેમેરો અને 5MPનો ફ્રન્ટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.
– redmi 5Aમાં તમને ત્રણ કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકો 2 સીમ કાર્ડ અને 1 માઈક્રોએસડી કાર્ડ નાખી શકે છે.
– redmi 5Aમાં 3000mAhની દમદાર બેટરી પણ આપવામાં આવી છે.
– redmi 5Aમાં 4G, VoLTE, 3G, Wi-Fi, Bluetooth અને GPS કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.
– redmi 5Aના 2GB રેમ વાળા ફોનની કિંમત 5,999 રૂપિયા અને 3GB રેમ વાળા ફોનની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે