Virushka Reception



PM મોદીએ પાઠવી વિરુષ્કાને આ રીતેશુભેચ્છાઓ

વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્ન બાદ સૌ કોઈ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. વિરાટ અને અનુષ્કાએ ગુરૂવારે દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું છે. રિસેપ્શન માટે વિરાટે ખાસ બ્લેક કલરનો શૂટ અને અનુષ્કાએ રેડ કલરની સાડીમાં બંને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યા હતા.
રિસેપ્શન માટે અનુષ્કાની જ્વેલરી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. વિરાટ કોહલીએ બ્લેક કલરના શૂટ પર શાલને મેચિંગ કર્યું છે. દિલ્હીમાં આયોજિત રિસેપ્શનમાં વિરાટના ખાસ મિત્રો જોવા મળ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા મહેમાનો સાથે મળી રહ્યા છે. તેમજ બંને એક બીજા સાથે મજાક મસ્તી કરતા જોવા મળ્યાં.
રિસેપ્શનમાં PM નરેન્દ્ર મોદી સહીત ઘણી મોટી હસ્તીઓ પણ આવી હતી. તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા દિલ્હીમાં તાજ હોટલના દરબાર હોટલમાં રીસેપ્શન આપી રહ્યા છે. મહ્મેઅનોના લીસ્ટમાં ઘણા મોટા નામો સામેલ છે. પરંતુ વિરાટ અને અનુષ્કા 26 ડિસેમ્બરે મુંબઈમાં પણ એક ભવ્ય રીસેપ્શન પાર્ટી આપવાના છે. પરંતુ આમાં વિરાટ-અનુષ્કા પેચઅપ કરાવનાર સલમાન શામિલ નહિ થાય. ચલો જોઈએ દિલ્હી રિસેપ્શનમાં કોણ કોણ શામિલ થયા અને મુંબઈ રિસેપ્શનમાં સલમાન કેમ નહિ આવે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના દિલ્લીમાં ચાલી રહેલા રીસેપ્શનનો એક વીડિઓ સામે આવી રહ્યા છે. રીસેપ્શનમાં નવા કપલ ઇન્ડિયન ટ્રેડીશનલ લુકમાં જોવા મળ્યા છે. અનુષ્કા રેડ બનારસી સાડીમાં અને વિરાટ કોહલી બ્લેક શેરવાનીમાં નજર આવે છે. પાર્ટીમાં પાર્ટીમાં મહેમાનોનું આવવાનું શરૂ થઇ ચુક્યું છે.